ઉત્તર પ્રદેશમાં હાલ ચુંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાં ફરી યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બને તે માટે સુરતમાં રાષ્ટ્રીય કિસાન દલ અને રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા વિજય પ્રાપ્તિ માટે મહા યજ્ઞનું આયોજન કરાયુ હતું જેમાં અનેક મહાનુભાવો જોડાયા હતાં. રાષ્ટ્રીય કિસાન દલ અને રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા જણાવાયુ હતું કે ઉત્તર પ્રદેશમાં ફરી મુખ્યમંત્રી તરીકે યોગી આદીત્યનાથ જંગી બહુમતીથીથી ચુંટાઈ આવે અને ઉત્તર પ્રદેશના વિકાસ સાથે ઉત્તર પ્રદેશને સમૃદ્ધિ તરફ લઈ જાય તે માટે શનિદેવની અસીમ કૃપાથી મંગળવારના રોજ યોગી આદિત્યનાથના વિજય પ્રાપ્તિ માટે હોમાત્મક લઘુરૂદ્ર અને દુર્ગાયજ્ઞનું આોજન કરાયુ હતું. ઓલપાડના કરમલા રોડ પર આવેલ ઈસનપોરમાં શનિવેદ ગો શાળા ખાતે રાષ્ટ્રીય કિસાન દલ અને રાષ્ટ્રીય કિસાન સેના દ્વારા મહા યજ્ઞનું આયોજન કરાયુ હતું. જેમાં મહંત અને પંડિતો દ્વારા આ મહા યજ્ઞ કરાયુ હતું અને હવનમાં યોગીજીના ભવ્ય વિજય પ્રાપ્તિ માટે સંકલ્પ અને મંત્રોચ્ચાર ની સાથે સાથે આહુતી નાંખવામાં આવ્યુ હતું. હવન યજ્ઞને વૈજ્ઞાનિક અને અધ્યાત્મિક તરીકે શ્રેષ્ઠ મનાઈ છે.