બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ‘જૂના શિક્ષક ભરતી-૨૦૨૪’ અંતર્ગત ભરતી પસંદગી સમિતિની આજે બેઠક મળી હતી
(જી.એન.એસ) તા. 27
ગાંધીનગર,
આ બેઠકમાં તા.૦૧ માર્ચ, ૨૦૨૫ના રોજ જૂના શિક્ષક માટેના ઉમેદવારોને શાળા ફાળવણી જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વધુમાં, તા.૦૯ માર્ચ, ૨૦૨૫ના રોજ ઉમેદવારોને નિમણૂક હુકમ અને ભલામણ પત્ર આપીને રાજ્યમાં જૂના શિક્ષક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, એમ બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.