આણંદ જિલ્લાના વાસદ , કાનવાડી અને લાલપુરા ખાતે તપાસ કામગીરી . 4 ડમફર , 1 ટ્રેકટર એક જેસીબી અને 5 નાવડી સિઝ કરાઈ , હજુ તપાસ ચાલુ . મહિસાગર નદીના 70 કિલોમીટર લાંબા પટમાં ઠેર ઠેર ગેરકાયદેસર ખનન માફિયાઓ સક્રિયગાંધીનગરની ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની ફ્લાઇંગ સ્કવોર્ડ દ્વારા આણંદ જિલ્લામાં ત્રણ વિસ્તારમાં સાત સ્થળે દરોડા પાડવામાં આવ્યા છે . જેમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત સંગ્રહ અને ખનન ખનિજની ચોરી ઝડપાઈ છે . આણંદમાં આ પ્રકારની કાર્યવાહીથી સ્થાનિક કચેરીની પોલ ખુલ્લી પડી ગઈ છે . રાજ્યની કિંમતી ખનીજ રેતી , માટી , બોક્સાઈટ , કાચો કોલસો , સીરેમિક , કાચો ચૂનો સહિત કરોડો રૂપિયાની બેરોકટોક ચોરી ચાલી રહી છે . રાજ્યના અધિકારીઓ અને ભ્રષ્ટ રાજકીય આગેવાનોની સાથે ભાગબટાઈથી રાજ્યના કિંમતી ખનીજો લુંટાઈ રહ્યા છે . જોકે , હવે ગાંધીનગર વિજિલન્સ સક્રિય થઈ હોવાનું જણાય છે . ગાંધીનગર વિઝીલન્સની 3 ટીમો દ્વારા આણંદ જિલ્લાની મહીસાગર નદીના પટમાંથી સ્થળો પર દરોડાની કામગીરી હાથ ધરતા ખનન માફિયાઓમાં હાહાકાર મચી ગયો છે.મહિસાગર નદીના 70 કિલોમીટર લાંબા પટમાં ઠેર ઠેર ગેરકાયદેસર ખનન માફિયાઓ સક્રિય છે . જિલ્લાના વાસદ , કાનવાડી અને લાલપુરા ખાતે તપાસ કામગીરી આરંભાઈ છે . સવારથી જ ગાંધીનગર વિજિલન્સની ત્રણ ટીમોએ વાસદ , કાનવાડી અને લાલપુરા ખાતે આવેલા લિઝ ધારકોના પ્લાન્ટમાં અને અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હોવાની માહિતી મળી રહી છે . જ્યાં અવેધ રેતી ખનન અને બિનધિકૃત ખનીજ સંગ્રહ હાથ લાગ્યોહતો . સીધી ગાંધીનગર ટીમની કાર્યવાહીને લઈ ખનન માફિયાઓમાં દોડભાગ મચી હતી . જોકે સ્થાનિક કચેરીની શેહશરમ રાખ્યા વિના વાસદથી 4 ડમફર , 1 ટ્રેકટર એક જેસીબી અને 5 નાવડી સિઝ કરાઈ છે , હજુ તપાસ ચાલુ જ છે .
