ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા કંડલાથી પાણીપત નવી પાઇપલાઇન નાખવાની જાહેરાત કરવામાં આવી છે. રૂ.૯૦૨૮ કરોડના ખર્ચે આ નવી લાઇન નાખવામાં આવશે તેવું આઈઓસીના ઉચ્ચધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. હાલ કંડલા-પાણીપત પાઈપલાઇનની વહન ક્ષમતા વાર્ષિક ૧૫ મિલિયન મેટ્રિક ટન છે જે નવી લાઇન નખાઈ ગયા બાદ વધીને ૨૫ મિલિયન મેટ્રિક ટન વાર્ષિક થઈ જશે. ડીઝલના વધતા ભાવ અને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મેળવવા કંપની દ્વારા નવી લાઇન નાખવાનો વિચાર કરવામાં આવ્યો છે.