Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વસ્તીના ઘોરણો ઉપરાંત જીઓ સ્પાશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઇ નવીન ૩૪ નવીન P.H.C. ને વહીવટી મંજૂરી આપી



આરોગ્યમંત્રીશ્રીની જનહિતલક્ષી પહેલ

આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં ૨૧ જિલ્લામાં નવીન ૩૪ P.H.C ની વહીવટી મંજૂરી આપી

(જી.એન.એસ) તા. 20

ગાંધીનગર,

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ના નેતૃત્વ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વ્યવસ્થાઓ વધું ને વધું સુદ્રઢ બની રહી છે.

જેને પગલે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં ૨૧ જિલ્લાઓમાં કુલ ૩૪ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (P.H.C) ને વહીવટી  મંજૂરી આપી છે.

રાજ્યના ગ્રામ્ય આરોગ્ય માળખાને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે તેમ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું હતુ.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, હાલમાં રાજ્યમાં ભારત સરકારના ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવે છે. જે મુજબ સામાન્ય વિસ્તારમાં ૩૦,૦૦૦ અને આદિજાતિ વિસ્તારમાં ૨૦,૦૦૦ની ગ્રામ્ય વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે છે.

હાલ રાજ્યમાં ૨૦૧૧ ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ ૧૪૯૯ પ્રા.આ.કેન્દ્રો પુરતા પ્રમાણમાં મંજુર અને કાર્યરત છે.

હાલ આ પ્રાથમિક કેન્દ્રોની મંજૂરીમાં ભૌગોલિક પરિસ્થિતિને આધારે ઉક્ત વસ્તીના ધારાધોરણો ધ્યાને ન લેતા જીઓ સ્પેશિયલ એનાલિસિસના આધારે આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઈ કુલ ૩૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવેલ છે. જેથી આવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સુચારૂ રૂપે પુરી પાડી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર , લેબોરેટરી ટેકનીશીયન, જુનિયર ફાર્માસિસ્ટ,સીનીયર ક્લાર્ક સહિતના અન્ય સ્ટાફની નિમણૂંક કરાય છે.

संबंधित पोस्ट

પ્રસુતાની ડિલીવરી દરમિયાન બેદરકારી દાખવતા મહિલાની તબિયત લથડી

Gujarat Desk

જુનાગઢ ફટાકડા બજારમાં ભાવમાં 35 થી 40 ટકાનો ધરખમ વધારો

Admin

ગુજરાત એટીએસે ફરીદાબાદ એસટીએફની મદદથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી

Gujarat Desk

 પેપર લીક મામલે કમલમમાં વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા જામીન

Karnavati 24 News

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલ ના છઠ્ઠા માળેથી પડતું મૂકીને આપધાત કયૉ.

Karnavati 24 News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભમેળામાં જશે

Gujarat Desk
Translate »