આસો નવરાત્રિ દરમિયાન સૌ ગરબા રમવામાં મશગુલ હોય છે. જ્યારે ગાયત્રી સાધકો આ નવરાત્રિના દિવ્ય ઉર્જાવાન સમયમાં સાધનાત્મક લાભાન્વિત થતાં હોય છે. ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ જણાવ્યાનુસાર આ આસો નવરાત્રિમાં મોડાસા ક્ષેત્રમાં અનેક ગાયત્રી સાધકો દ્વારા વિશેષ ગાયત્રી અનુષ્ઠાન સાધના કરવામાં આવી. જેમાં વિશ્વ કલ્યાણના સંકલ્પ સાથે ગાયત્રી મહામંત્રની દરરોજની ૩૦ માળા થઈ ૨૪૦ માળા એટલે નવરાત્રી દરમિયાન ૨૪૦૦૦ ગાયત્રી મહામંત્રની ઉપાસનામાં દરરોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ત્રણ ચાર વાગ્યાની આસપાસ જાગી આ બસો ઉપરાંત સાધકો દરરોજ ત્રણેક કલાક સાધનામાં લીન રહી વિશેષ સાધના કરવામાં આવી. આ ઉપરાંત બહેનો દ્વારા મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર પર દરરોજ દોઢ કલાક સામુહિક સાધના કરવામાં આવી. આ સિવાય અનેક સાધકો દ્વારા નવરાત્રિના દિવ્ય સમયમાં ગાયત્રી મંત્ર લેખન કરવામાં આવ્યું. આ તમામ સાધકો દશેરાના પવિત્ર દિવસે મોડાસાના ગાયત્રી સંસ્કાર ધામ ખાતે પંદર કુંડી ગાયત્રી મહાયજ્ઞમાં જોડાયા. ધર્માભાઈ પટેલ તથા રસિકભાઈ દરજી દ્વારા દિપ પ્રજ્વલિત કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. કાન્તિભાઈ ચૌહાણ તથા મંજુલાબેન ચૌહાણ દ્વારા વિશેષ કલશ પૂજન કરવામાં આવ્યું .