Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

પીલવાઈ ખાતે ભગવાન શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ



કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ભગવાન ગોવર્ધનનાથજીની પૂજા અર્ચના કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી

(જી.એન.એસ) તા.2

મહેસાણા,

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે શ્રી ગોવર્ધનનાથજી મંદિરે ભગવાન ગોવર્ધનનાથજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ભગવાન ગોવર્ધનનાથજીની પૂજા અર્ચના કરી જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પારિવારિક પ્રસંગે શ્રી અમિતભાઈ શાહના પુત્ર અને આઈ.સી.સી. અધ્યક્ષ જય શાહ સહિત પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભગવાન ગોવર્ધનનાથજીની નવ નિર્મિત મંદિરમાં સ્થાપના પ્રસંગે  વૈષ્ણવ સંપ્રદાયના ડૉ. વાગિશકુમારજી મહારાજ કાંકરોલી નરેશ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ, રાજ્યસભા સાંસદશ્રી મયંકભાઈ નાયક, લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, અગ્રણી શ્રી ગીરીશભાઈ રાજગોર, જિલ્લા કલેકટરશ્રી એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. હસરત જૈસમીન, નિવાસી અધિક કલેકટર શ્રી જે.કે. જેગોડા, મંદિરના ટ્રસ્ટી સર્વશ્રીઓ, વૈષ્ણવ સંપ્રદાય અને સમાજના સંતો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

‘બિલ્ડિંગ સીનર્જીસ ઇન ઇંડિયન ઇનોવેટિવ ઇકોસિસ્ટમ’ વિષય અંગે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે નેશનલ વર્કશોપ યોજાયો

Gujarat Desk

હિમોફિલિયાના દર્દીઓ માટે સારવારમાં ખૂબ મદદરૂપ થતી ગુજરાત સરકાર

Gujarat Desk

પાલિતાણા તાલુકામા બાળકો દ્વારા ચોપડા પૂજન કરી અનોખી રીતે દશેરા ઉજવ્યા

Admin

DGP વિકાસ સહાયે કર્યો આદેશ; 49 PSIને PI તરીકે આપવામાં આવ્યું પ્રમોશન

Gujarat Desk

એકમ ક્સોટીનું પ્રશ્નપત્ર વાય૨લ થયાની ઘટના સત્યથી વેગળી : શિક્ષણ બોર્ડ

Karnavati 24 News

ભરૂચ શહેરમાં આજરોજ ગુજકેટ-૨૦૨૩ ની જાહેર પરીક્ષા કુલ ૧૯ પરીક્ષા કેન્દ્રો પર ૩૬૪૨ જેટલાં ઉમેદવારોએ પરીક્ષા આપી.

Admin
Translate »