



અંજાર કોર્ટ દ્વારા એક મહત્વનો ચૂકાદો આપવામાં આવ્યો હતો. ૮ નવેમ્બર,૨૦૧૫ના રોજ સર્જાયેલા અકસ્માતના ગુન્હામાં આરોપીને ૫ વર્ષની કેદ અને ૫૦૦૦રૂ.નો જૂર્માનો ભરવાની સજા સંભળાવવામાં આવી હતી. આરોપી આશિષ રામણિકલાલ પલણે ૬ વર્ષ અગાઉ રાહદારી શંકરભાઈને પોતાની કારથી અડફેટે લેતા શંકરભાઈનું મૃત્યુ થયું હતું. જે મુદ્દે શંકરભાઈના પિતાએ આશિષ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો. ફરિયાદી તરફથી સરકારી વકીલ હિતેશ ચૌધરીની દલીલો ગ્રાહ્ય રાખી અંજારના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વીપીન કુમારની કોર્ટે આરોપીને પાંચ વર્ષ કેદ અને પાંચ હજાર રૂપિયા દંડની સજા સંભળાવી હતી.