આઝાદી પછી 1980માં ગલોલીવાસણા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાયા બાદ 30 વર્ષ પછી આ વર્ષે બીજી વાર ચૂંટણી યોજાઈ હતી. જેમાં સરપંચ માટે સામાન્ય મહિલા અનામતની બેઠક હોવાથી દેસાઈ મમતાબેન હેમરાજભાઈ અને ઠાકોર કોકીલાબેન ચેનાજી સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવતાં કોકીલાબેનનો તેમના નજીકના હરીફ ઉમેદવારથી 73 મતોથી જીત્યા હતા. સરપંચ તરીકે વિજેતા થયેલા ઠાકોર કોકીલાબેનના પિયર શિહોરી તાલુકાના ચેખલા ગામે તેમના કાકા વદનજી સ્વરૂપજી પણ આ વર્ષે જીત મેળવીને સરપંચ બન્યા છે. જ્યારે તેઓ ગલોલી વાસણા ગામે સરપંચ બનતા કાકા અને ભત્રીજી બંને સરપંચ બનતા તેમના પરિવારમાં પણ આનંદ છવાયો છે. ગલોલીવાસણા ગામે વિકાસના બાકી રહેલા કામોને ધમધમતા કરવામાં આવશે, આરોગ્ય, પીવાના પાણીની સમસ્યા અને શિક્ષણના કામ ઉપર ભાર મુકાશે તેમ કોકીલાબેન ઠાકોર સરપંચે જણાવ્યું હતું.