ભરૂચના ઝઘડિયાની 10 વર્ષની દીકરી દુષ્કર્મનો ભોગ બની અને પોતાનો જીવ ગુમાવ્યો તેમ છતાંય સત્તામાં બેઠેલી ગુંગી અને બહેરી ભાજપ સરકાર ગુજરાતની દીકરી માટે સંવેદનાનો વ્યક્ત કરવામાં પણ સમજી નહિ.
સત્તાના નશામાં ચકનાચૂર થયેલી ભાજપ સરકારની સંવેદનાઓ હવે મરી પરવારી છે. તેમને રાજ્યના લોકો પર થતા અત્યાચારોથી કોઈ ફરક નથી પડતો. કદાચ એટલે જ હજી પણ તેઓ તાયફાઓ કરવામાં વ્યસ્ત છે.
ગઈકાલે અમદાવાદના કાંકરિયા ખાતે AAP CYSS દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું કે આ ભાજપ સરકારને ગુજરાતની દીકરીઓની વેદના ક્યારે સમજાશે!