યુકેમાં કોરોના વિકરાળ રૂપ ધારણ કરી ચુક્યુ છે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ખતરો રોજ વધી રહ્યો છે. યુકેમાં કોવિડના એક દિવસમાં એક લાખથી વધારે કેસ સામે આવ્યા છે. આ સાથે જ ભારતમાં પણ કોરોનાએ ઝડપ પકડી છે. તમિલનાડુમાં ઓમિક્રૉનના 34 નવા કેસ સામે આવ્યા છે. બીજી તરફ દેશભરમાં ઓમિક્રૉનના કેસ 269 થઇ ગયા છે.
તમિલનાડુમાં ઓમિક્રૉન વિસ્ફોટ, 34 નવા સંક્રમિત મળ્યા
તમિલનાડુમાં ઓમિક્રૉન સંક્રમણનો વિસ્ફોટ થયો છે. અહી ઓમિક્રૉનના 34 નવા સંક્રમિત સામે આવ્યા છે. જ્યારે 23 લોકોને જીનોમ સીકવેંસિંગ માટે મોકલવામાં આવ્યા છે, જેનું પરિણામ આવવાનું બપાકી છે. જોકે, તમામ દર્દીને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. ઓમિક્રૉનના આટલા કેસ મળતા સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ થઇ ગયુ છે. દેશમાં અત્યાર સુધી ઓમિક્રૉનના 269 દર્દી સામે આવ્યા છે.
બંગાળમાં એક સ્કૂલના 29 બાળક કોરોના પોઝિટિવ
દેશમાં ઓમિક્રૉનની સાથે કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં એક જ સ્કૂલના 29 બાળક કોરોના પૉઝિટિવ આવ્યા છે. નદિયાની કલ્યાણીમાં નવોદય કેન્દ્રીય વિદ્યાલયમાં બાળકો સંક્રમિત થયા છે. હવે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
ફ્રાંસમાં કોરોનાના કેસ બેકાબૂ
વિશ્વભરમાં કોરોનાના દર્દીમાં વધારો થઇ રહ્યો છે. ફ્રાંસમાં એક દિવસમાં કોરોનાના 84,272 સંક્રમિત મળ્યા છે. જે પોતાના રેકોર્ડની ઘણા નજીક છે. ગત વર્ષે 87000 કેસ સામે આવ્યા હતા. જ્યારે આ વર્ષે એપ્રિલમાં કોરોનાના 84,999 દર્દી મળ્યા હતા.
યૂકેમાં એક દિવસમાં કોવિડ કેસ એક લાખની પાર
કોવિડ-19 પોતાનો કહેર વરસાવી રહ્યો છે. યુકેમાં એક દિવસમાં કોરોનાના એક લાખથી વધારે કોવિડ પોઝિટિવ સામે આવ્યા છે. જ્યારે ગત વર્ષે કોરોનાના વધુ કેસ 93,045 હતા. યુકેના અધિકારીઓએ જણાવ્યુ કે બુધવારે કોરોનાના 106,122 સંક્રમિત સામે આવ્યા છે. આ સાથે જ કોરોનાના 28 દિવસમાં 140 લોકોના મોત થયા હતા.
ગુજરાતમાં એક દિવસમાં ઓમિક્રૉનના 9 કેસ
ગુજરાતમાં એક જ દિવસમાં ઓમિક્રૉનના 9 કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રૉનના 23 કેસ મળી ચુક્યા છે. મહેસાણામાં 2, આણંદમાં 2 અને અમદાવાદમાં પાંચ ઓમિક્રૉનના કેસ મળ્યા છે. અહી 19 સંક્રમિતોની સારવાર કરવામાં આવી રહી છે જ્યારે ચારને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.