સુરતના વરાછા વિસ્તારમાં રહેતી પરણીતા પર એક કરિયાણાના દુકાનદારે નજર બગાડી છેડતી કરવામાં આવી હતી જેને લઈને લોકો ઉશ્કેરાય જતા દુકાનદારને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. જે ઘટનામાં પોલીસે આરોપીની અટકાયત કરી ધરપકડ કરવામાં આવી હતી સુરતના વરાછામાં રહેતી એક રાજસ્થાની પરિવારની પરણીતા પર એક યુવકે નજર બગાડી હતી પરણીતા તેના ઘરના થોડે દુર નાગણેશી નામની કરિયાણાની દુકાનમાં કારીયાણું ખરીદવા જતી હતી જ્યાં દુકાનદાર જગદીશ પુરોહિત અવાર નવાર પરણીતાનો હાથ પકડીને છેડતી કરતો હતો જેને લઈને પરિણીતાએ દુકાને જવાનું બંધ કર્યું હતું જોકે જગદીશ વધુ પડતો હેરાન કરવા લાગ્યો હતો અને હદ વટાવી પરણીતાના ઘરે પોહચી ગયો હતો અને પરણીતાની છેડતી કરી હતી જેને લઈને પરિણીતાએ બુમાબુમ કરતા સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હાટ અને દુકાનદારને ઢોર માર માર્યો હતો જોકે ઘટના બાબત પોલીસને જાણ કરવામાં આવી હતી જેમાં પરણીતાએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. . . . . . . .