જસુણી ગામે રહેતાં બામણીયા રવિન્દ્રુમાર નામક અરજદાર દ્વારા સંજેલી મામલતદારને લેખીત રજુઆત કરી જણાવ્યું હતું કે, જસુણી – ૧ અને જસુણી – ૨ મતદાન મથકની મતપેટીમાંથી થયેલ મતદાન કરતાં વધુ મતપત્ર નીકળ્યાં હતાં જેથી જસુણી પંચાયતની ચુંટણી પરિણામ રદ કરી ફરી મતદાન કરાવવા તેમજ મત ગણતરી સમયે સ્થળ પર એજન્ટ અને ઉમેદવારના મોબાઈલ લઈ જવા પ્રતિબંધ હોવા છતાં મહેન્દ્રભાઈ વેલજીભાઈ મતગણતરી સ્થળ પર મોબાઈલ પર ચર્ચા કરતાં હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યાં હતાં કારણે ફરી મતદાન કરાવવા રજુઆત કરવામાં આવી હતી.