Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

વૃદ્ધોની પાછળ ઉભો રહી, છેતરી તેમનું એટીએમ ઉપયોગ કરી પૈસા ઉઠાવનાર એન્જિનયર ઝડપાયો, પોલીસે 81 એટીએમ ઝડપ્યા

અમદાવાદના ઘોડાસરમાં રહેતા એક વૃદ્ધ એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયા ત્યારે તેમનું એટીએમ કાર્ડ ભૂલી ગયા હતા, જે તેમની પાછળ ઉભેલા કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરીને તેમના ખાતામાંથી રૂ. 99,600 ઉપાડી લીધા હતા. આ વાત અને કિસ્સો સત્ય છે તમારા માટે સબક શિખવાડે તેવો છે. જો કે, આ ચોર અત્યારે પકડાઈ ગયો છે. આ મામલે સાયબર ક્રાઈમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે.

ATM કાર્ડની ચોરી કરનાર આરોપી અમદાવાદ સાયબર ક્રાઈમના હાથે ઝડપાઈ ગયો છે. આ ATM ચોરની પૂછપરછમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. કાર્ડની ચોરી કરીને પૈસાની ચોરી કરનાર એક એન્જિનિયર છે. સાયબર ક્રાઈમે કસ્ટડીમાં લીધેલા આ ચોરનું નામ અમિત જૈન છે. અમિત વ્યવસાયે એન્જિનિયર છે પરંતુ હવે એટીએમ ચોર બની ગયો છે. કોઈ વૃદ્ધ એટીએમમાંથી પૈસા ઉપાડતો હતો તો તેની પાછળ ઉભો રહીને તેનો પીન નંબર જોતો હતો અને ગમે તેમ કરીને તે વૃદ્ધ પાસેથી એટીએમ કાર્ડ મેળવી લેતો હતો

એટીએમના સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે સાયબર ક્રાઈમે એટીએમ કાર્ડ ચોરીના આરોપી અમિત જૈનની ધરપકડ કરી છે. આ એટીએમ કાર્ડ ચોર પાસેથી વિવિધ બેંકોના ચોરાયેલા 81 એટીએમ કાર્ડ પણ મળી આવ્યા છે. તે પિન નંબર ખબર ના હોય તો પણ ખોટા પિન નંબરનો ઉપયોગ કરતો હતો અને કિસ્મત અજમાવતો હતો જેથી મોટી સંખ્યામાં કાર્ડ્સ બ્લોક પણ છે.

ATM કાર્ડ ચોરીનો આરોપી અમિત જૈન બેંગ્લોરનો રહેવાસી છે અને મણિનગર વિસ્તારમાં રહે છે. આરોપીની પૂછપરછ કરતા તે માણેક ચોકમાં જ્વેલરીની દુકાનમાં કામ કરતો હોવાનું સામે આવ્યું છે. દુકાનની નજીકના એટીએમમાં જઈ ચક્કર લગાવી આ રીતે હાથ સેરવી લેતો હતો.

संबंधित पोस्ट

મોરબીમાં પ્રોપેન ગેસ કટિંગ પ્રકરણમાં સંડોવાયેલ ડ્રાઈવર જામીન મુક્ત થયા હતા

Karnavati 24 News

શંખેશ્વરની મહિલા ના બીજા પતિએ મહિલાને ઢોર મારી દિવાલે માથુ પછાડ્યું,ઘરસંસાર ટકાવી રાખવા દોઢ વર્ષ ત્રાસ સહન કર્યો

Karnavati 24 News

સગીરા સાથે ઇંસ્ટાગ્રામ પર મિત્રતા કેળવી આચર્યુ દુષ્કર્મ

Karnavati 24 News

કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ના ફોરેસ્ટ ગાર્ડને રાઉન્ડ ફોરેસ્ટરે લાફા માર્યા

Admin

ખનીજ ચોરી પર નવનિયુક્ત પીઆઈની કાયર્વાહી , બ્રાહ્મણી નદીમાંથી ખનીજ ચોરી કરતા ૫ ડમ્પર ઝડપ્યા

Karnavati 24 News

પૌત્રને અભ્યાસ અર્થે વિદેશ મોકલવાની લાલચે વૃદ્ધે લાખો રૂપિયા ગુમાવ્યા.