શહેરમાં મહિલઓ, યુવતીઓ તથા વિદ્યાર્થીનીઓની સુરક્ષા અને સલામતીને સુનિશ્ચિત કરવા શી ટીમ મેદાનમાં ઉતારવામાં આવી છે. જાહેર અથવા અવાવરૂ જગયાઓએ તેમજ શહેરના ખુને-ખુને મહિલાઓને છેડી હેરાનગતિ કરતા રોમિયા-ટપોરી તત્વોને પકડી પાડી પોલીસ તેમને શબક શીખવી રહી છે. અત્યાર સુધી શહેર પોલીસે અનેક રોમીયોને પકડી પાડી તેમના વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આવો વધુ એક કિસ્સો ગત રોજ સામે આવ્યો હતો. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી કે, પ્રભુનાથ રામકુમાર મિશ્રા (રહે, શ્રીસ્વામીનારાયણ નિકેતન સોસાયટી માધવપુરા, વાઘોડીયા રોડ, વડોદરા) મહિલાની મનાઈ હોવા છતાં તેને ફોન પર મેસેજ કરી હેરાન કરતો હતો. આટલું જ નહિં પ્રભુનાથે મહિલાની જાતીય સતામણી કરવાનું પણ શરૂ કરી દિધું હતું. આ બધાથી ત્રસ્ત છેવટે મહિલા પોલીસ સ્ટેશને પહોંચી હતી અને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ખોજ આરંભી હતી. પ્રભુનાથ મિશ્રાએ પોતાનું રહેણાંક સરનામું બદલી નાખ્યું હોવાથી શી ટીમે છટકું ગોઠવી તેને પકડી પાડવાનું આયોજન કર્યું હતું. જે છટકામાં શી ટીમે સફળતાપૂર્વક પકડી પાડ્યો હતો. અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.