Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 ચાણસ્માના ખેડૂતે પરંપરાગત ખેતી છોડી ઓર્ગેનિક આમળાની સફળ રીતે ઉત્પાદન મેળવ્યું, બે વિઘામાંથી વર્ષે 1.20 લાખની કમાણી

શિયાળાની ઠંડીમાં શરીરને તંદુરસ્ત રાખવા માટે લોકો કસરત અને યોગ સહિત વિવિધ વસાણાંનું સેવન કરતાં હોય છે. પરંતુ આ બધામાં આયુર્વેદની દ્રષ્ટિએ આમળાને ઉત્તમ માનવામાં આવે છે. વિટામિન-Cથી ભરપૂર આમળાં સેવન કરનારને તો લાભકારક છે જ પરંતુ ઓર્ગેનિક રીતે ખેતી કરનાર માટે પણ ઉજ્જવળ ભવિષ્ય સમાન બન્યાં છે. પાટણના ચાણસ્મા તાલુકાના મંડલોપ ગામના પટેલ નવટરભાઈએ થોડા વર્ષો અગાઉ બે વિઘા જમીનમાં ઓર્ગેનિક આમળાની ખેતી શરૂ કરી હતી.જેથી પરંપરાગત ખેતીમાંથી થતી 20 હજારની આવકની જગ્યાએ ખેતરેથી જ વેચાઈ જતાં આમળામાંથી હવે તેમને છ ગણી વધુ આવક એટલે કે, વર્ષે 1.20 લાખની મબલક કમાણી થઈ રહી છે. આમળામાંથી હવે તેમને છ ગણી વધુ આવક 1.20 લાખની મબલક કમાણી થઈ રહી છે આમળામાંથી હવે તેમને છ ગણી વધુ આવક 1.20 લાખની મબલક કમાણી થઈ રહી છે સંશોધિત આમળાના રોપા લાવી ખેતી આદરી ચાણસ્માના મંડલોપ ગામે રહેતા પટેલ નટવરભાઈ થોડા વર્ષો પહેલા સિઝન આધારિત ખેતીની સાથે બે વિઘા જમીનમાં સાદા આમળાનું વાવેતર કરતા હતાં. પરંતુ, તેમાં કોઈ સારી કમાણી ન મળતાં પાટણ બાગાયતી વિભાગ તેમજ અન્ય અનુભવી લોકો દ્વારા ઓર્ગેનિક ખેતી તરફ વળવા માટે પ્રેરણા મળી હતી.ઉત્તર પ્રદેશની કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થયેલ એન.એ.-7 જાતના આમળાની ખેતી કરવાનું આયોજન કર્યું હતું.પોતાના ખેતરમાં બાગાયત વિભાગની મદદથી માર્ગદર્શન આધારે આમળાનું વાવેતર કરતાં ખેતી સફળ રહેતા હાલમાં પાંચ-છ ગણી આવક વધી જવા પામી છે. પટેલ નવટરભાઈએ થોડા વર્ષો અગાઉ બે વિઘા જમીનમાં ઓર્ગેનિક આમળાની ખેતી શરૂ કરી હતી પટેલ નવટરભાઈએ થોડા વર્ષો અગાઉ બે વિઘા જમીનમાં ઓર્ગેનિક આમળાની ખેતી શરૂ કરી હતી નવેમ્બર-ડિસેમ્બરમાં આમળાં આવે આમળાની ખેતી વિષે જણાવતાં નટવરભાઈએ કહ્યું કે, 1 વિઘામાં આમળાના 50 છોડ આવે છે. જેને 20*20ના અંતરે રોપવામાં આવે છે. આમળઆમાં ઘણી જાતો આવે છે, જેમકે, બનારસી,ચકૈયા,કંચન,ક્રિષ્ણા,આણંદ-1,આણંદ-2, NA-7 હોય છે.આમળા વર્ષમાં એક વખત આવે છે. માર્ચ પછી પાનખર આવે એટલે નવી ફૂટ સાથે આમળા સુષુપ્ત અવસ્થામાં આવે છે. ઓગષ્ટ અને જુલાઈ માસમાં ક્યાંક મગ કે તુવેરના દાણા જેવા દેખાય છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં પરીપક્વ થાય એટલે ફળો વિણવા લાગક થાય છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થયેલ એન.એ.-7 જાતના આમળાની ખેતી કરી છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થયેલ એન.એ.-7 જાતના આમળાની ખેતી કરી છે. પહેલીવાર 9 હજારનો ખર્ચ થાય આમળાનો 1 વિઘાનો ખર્ચ વાવણી વખતે 7500 રોપાનો ખર્ચ થાય ત્યારબાદ રોપાના ખાડા માટે 500 રૂપિયા અને છાણીયા ખાતરનો ખર્ચ 500 તથા એક વર્ષના પિયતનો ખર્ચ 500 એમ કુલ મળીને 9 હજારનો ખર્ચ થાય છે. આ ખર્ચ વાવેતરના વર્ષે જ થાય છે. પછી દર વર્ષે ખેડ ખાતર અને પાણીનો એમ કુલ 3 હજાર જેવો ખર્ચ થાય છે. 1 વિઘામાં આમળાના 50 છોડ આવે છે, જેને 20*20ના અંતરે રોપવામાં આવે છે 1 વિઘામાં આમળાના 50 છોડ આવે છે, જેને 20*20ના અંતરે રોપવામાં આવે છે અન્ય પાકો પણ લઈ શકાય છે આમળાની સાથે સાથે આંતરપાક કે મિશ્રપાક પણ લઈ શકાય છે. આમળાની વચ્ચે અંતર વધુ હોવાથી વચ્ચે અડદ,મગ, બીટી કપાસ, એરંડા, શાકભાજી અને અનોજનો પાક પણ લઈ શકાય છે. ખેતરમાં જે પ્રમાણે પાણી અને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ હોય તે રીતે અન્ય પાકો પણ લઈ શકાય છે. જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ પણ ખેતરની મુલાકાતે આવી ચૂક્યાં છે. જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ પણ ખેતરની મુલાકાતે આવી ચૂક્યાં છે. 100 વર્ષ સુધી ઝાડ પરથી આમળા લઈ શકાય આમળાનાના છોડનું આયુષ્ય 90થી 100 વર્ષનું હોય છે. વાવેતર માટે ચોમાસાનો પ્રમથ કે બીજા વરસાદે વાવેતર કરી શકાય છે. ખેડૂતો થોડી ઘણી કાળજી રાખે તો છેક સુધી ફળો સરસ આવે છે. પછી આમળા બે ત્રણ વર્ષ પછી કદાચ પાણીની અછત હોય તો બિન પિયત પણ થઈ શકે છે. આમળાના ઝાડને પાણીની સામાન્ય ઝાડ જેટલી જરૂરીયાત રહેતી નથી. ખેતરથી બેઠાં બેઠાં આમળાનું વેચાણ થાય છે. ખેતરથી બેઠાં બેઠાં આમળાનું વેચાણ થાય છે. શરીર માટે લાભકારક આમળા આમળામાં અન્ય ફળો કરતાં વિટામિન-સી 300 ટકાથી વધુ હોય છે. જેના સેવનથી વૃદ્ધત્વ ઝડપથી આવતુ નથી અને યુવાની ટકાવી રાખે છે. રસાયણ અને અમૃત ફળ તરીકે પણ ઓળખાય છે. તેના સેવનથી ઘણા રોગો જેવા કે વાળની બીમારી,પેટ દર્દ,કફ,વાત,પિત,ડાયાબિટીસ, બીપી, અને બીજા ઘણા રોગોમાં પ્રતિકારક શક્તિ ધરાવે છે. પ્રગતિશિલ ખેડૂતનું અનેકવાર જાહેર સ્ટેજ પરથી સન્માન પણ કરવામાં આવ્યું છે. પ્રગતિશિલ ખેડૂતનું અનેકવાર જાહેર સ્ટેજ પરથી સન્માન પણ કરવામાં આવ્યું છે. ખેતર બેઠા આમળા વેચાઈ જાય છે-ખેડૂત ખેડૂત નટવરભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, બે વિઘા જમીનમાં NA-7 જાતના આમળાનું વાવેતર કર્યું છે. જેમાંથી દર વર્ષે 200 મણ જેટલા આમળા આવે છે. તેમને બજારમાં વેચાણ કરવા જવું પડતું નથી. ઓર્ગેનિક આમળા હોવાથી સ્વાદમાં પણ ઉત્તમ હોય છે. એટલે સામેથી ગ્રાહકો ખેતર સુધી આવીને ઊંચા ભાવમાં લઈ જાય છે. સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર-મુખ્યમંત્રીના હસ્તે 51 હજારનું ઈનામ બેસ્ટ આત્મા ફોર્મર્સ એવોર્ડ-25 હજારનું ઇનામ કૃષિ ગૌરવ પુરસ્કાર-2017 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત આમળા પાક અને બનાવટની હરીફાઈમાં ગુજરાતમાં પ્રથમ નંબર ઉત્તમ ખેડૂત પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશન ગુજરાત ઓફ આણંદ સન્માન જિલ્લા કક્ષાએ બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ

संबंधित पोस्ट

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર-2 બિલ્ડિંગમાં 7મા માળેથી લિફ્ટ તૂટી પડતાં 7 કામદારોનાં મોત

Karnavati 24 News

વેરા વસુલાતની ઝુંબેશમાં એક દિવસમાં 184 મિલકત સીલ

Karnavati 24 News

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આજરોજ રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું… ટીંબી ગ્રામજનોએ એસટી વિભાગને અવારનવાર રજૂઆત કરતા એસ.ટી.બસ ગામની અંદર થી ન ચાલતા રસ્તા રોકો આંદોલન શરૂ કરાયું…

Karnavati 24 News

 જામનગરની અદાલતે ઉપલેટાના વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારી

Karnavati 24 News

પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા યોજવામાં આવ્યા

Karnavati 24 News

ગારીયાધાર ના ધારાસભ્ય સાથે ભાજપ સંગઠનને ગારીયાધાર ના વિવિધ વિસ્તારમાં બાઇકરેલી યોજી

Admin