Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 પાટણમાં જિલ્લામાં રાયડાના ફુલની પીળી ચાદર પથરાઈ, ભાવ વધતા રેકોર્ડબ્રેક 38 હજાર હેક્ટરમાં વાવેતર

ખેડૂતોને રાયડાના ભાવ સારા મળતા આ વખતે પાટણ જિલ્લામાં રાયડાનું રેકોર્ડ બ્રેક 38 હજાર 154 હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ સાંતલપુર પંથકમાં 8000 હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. એટલે ખેડૂતોને રાઇનું અંદાજે રૂ 400 કરોડનું મબલક ઉત્પાદન મળવાની આશા છે. ભાવ ઉચા હોવાના કારણે રાયની ખેતી ખેડૂતો માટે લાભદાયી નીવડશે. રવી સિઝનમાં આ વખતે અત્યાર સુધીમાં કુલ 1.49 લાખ હેક્ટર વિસ્તારમાં રવી પાકોનું વાવેતર થયું છે. જેમાં સૌથી વધુ રાયડાનું 38 હજાર 154 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે, જે વિક્રમજનક વાવેતર છે. ગત વર્ષે 27 હજાર 162 હેકટરવિસ્તારમાં વાવેતર થયું હતું. એટલે ગત વર્ષની સરખામણીએ આ વખતે 11 હજાર હેકટર વધારે વાવેતર થયું છે. જેમાં સાંતલપુર સરસ્વતી અને પાટણ પંથકમાં સૌથી વધુ વાવેતર થયું છે. જેના કારણે ખેતરોમાં રાયના ફુલની પીળી ચાદર પથરાઈ ગઈ છે. કુદરતી આફતો એટલે કે રોગ જીવાતનો સામનો ન કરવો પડે તો આ વખતે રાયડાનું ઉત્પાદન પણ વિક્રમજનક મળવાની ખેડૂતોને આશા છે. સિઝનમાં રાયડાનો ભાવ પ્રતિમણ રૂ. 1100થી 1200નો ભાવ હતો. તે હાલમાં વધીને રૂ 1500એ પહોંચ્યો છે. દિવેલા કરતાં પણ ભાવ ઊંચો છે. સિઝનમાં દિવેલાના રૂ. 1000 ભાવ હતો તે હાલમાં રૂ 1250થી રૂ. 1300 આસપાસ થયો છે. એક હેક્ટર જમીનમાં રાયડાનું 80 મણ ઉત્પાદન મળવાની શક્યતા રહે છે. કુલ 20.40 લાખ મણ એટલે કે 60 હજારક મેટ્રિક ટન ઉત્પાદન મળવાની આશા છે. હાલના ભાવ પ્રમાણે પ્રતિ મણે રૂ 1400નો ભાવ ગણીએ તો કુલ રૂ 400 કરોડનું ઉત્પાદન મળવાની આશા છે. રાયડાનો પાક માત્ર 100 દિવસમાં તૈયાર થઇ જાય છે બોરતવાડા ગામના ખેડૂત નરસીભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, પિયતની સુવિધા વધી છે અને રાયના પાકને પાણી પણ ઓછું જોઈએ છે. તેમજ ટૂંકાગાળામાં 100 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે. એટલે ખેડૂતોને રાયની ખેતીમાં અનુકૂળતા વધારે રહે છે. તેના કરતા મહત્વનું એ છે કે દિવેલા કરતાં પણ રાયડાનો ભાવ વધારે છે એટલે ખેડૂતોએ ઓછા ઉત્પાદનમાં વધુ નફો મેળવવા રાયડાનું વાવેતર વધારે કર્યું છે. રાયની ખેતી કરતા ન હતા તે પણ ખેતી કરવા લાગ્યા ભુતિયાવાસણાના ખેડૂત અજયભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાવ સારા હોવાથી ગયા વર્ષે 5 વિઘામાં રાયડાનું વાવેતર કર્યું હતું અને ચાલુ વર્ષ રાયડાનું 7 વિઘામાં વાવેતર કર્યું છે. રખાવના જેસળજી ઠાકોરે જણાવ્યું હતું કે, ગયા વર્ષે રાયડાનું વાવેતર કર્યું ન હતું અને આ વર્ષ 7 વિઘામાં વાવેતર કર્યું છે. રખાવના રઘુજી ઠાકોરે જણાવ્યું હતું કે, રાયડાના ભાવ સારા હોવાથી 5-6 વર્ષ બાદ રાયડાના વાવેતરમાં જોતરાયા છીએ. વરિયાળીના વાવેતરમાં ઘટાડો કરી આ વર્ષ 7 વિઘામાં રાયડાનું વાવેતર કર્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, પ્રથમ વખત 30 હજાર હેકટરથી વધુ વાવેતર થયું છે. કારણ કે ભાવ ઊંચા છે તેમજ વરસાદના કારણે અડદ અને મગમાં બગાડ થયો હોવાથી ખેતરો વહેલા ખાલી થઈ ગયા હતા. જીરાના પાકનું સતત ત્રણ વર્ષ વાવેતર કરવામાં આવે તો રોગ આવવાની પૂરી શક્યતા રહે છ. એટલે સાંતલપુર વિસ્તારમાં આ વખતે ખેડૂતોએ જીરાનું વાવેતર ઓછું કરી રાયનું વધાર્યું છે. રાઇમા રોગ જીવાતની શક્યતા ઓછી રહે છે અને માત્ર ચાર પાણીએ ઓછી માવજતમાં પાક તૈયાર થઇ જાય છે, ઓછા ખર્ચમાં સિક્યોર આવક મળે છે. કયા વર્ષમાં કેટલું વાવેતર થયું 2015- 29266 હેકટર 2016- 27518 હેકટર 2017- 30600 હેકટર 2018- 24209 હેકટર 2019- 18796 હેકટર 2020- 28896 હેકટર 2021- 38154 હેકટર કયા તાલુકામાં કેટલું વાવેતર ચાણસ્મા- 4400 હેકટર હારીજ- 2950 હેકટર પાટણ- 6500 હેકટર રાધનપુર- 4600 હેકટર સમી- 1124 હેકટર સાંતલપુર- 8000 હેકટર સરસ્વતી- 7720 હેકટર શંખેશ્વર- 510 હેકટર સિદ્ધપુર- 2350 હેકટર

संबंधित पोस्ट

પાટણમાં પંચોલી સુથાર જ્ઞાતિ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ પ્રસંગે ફૂલોની આગી કરાઈ

Karnavati 24 News

જામનગરમાં જનજીવન ઠુંઠવાયું, તાપમાનનો પારો ૧૧ ડીગ્રી પર

Karnavati 24 News

લોક વિદ્યાલય વાળુકડ ખાતે ગરબા સ્પર્ધા યોજાઈ ગઈ આજુબાજુની શાળાઓએ ઉત્સાહભેર ભાગ લીધો

Admin

પાટણ ની ફતેહસિંહરાવ લાયબ્રેરીમાં અભિજ્ઞાન શાંકુન્તલ પુસ્તક વિશે પ્રવચન યોજાયું

Admin

પાટણ જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સંસદસભ્ય તથા ધારાસભ્યઓના પ્રશ્નો બાબતે ચર્ચા કરાઇ

Karnavati 24 News

 આણંદના 13 કેન્દ્ર પર GPSC ની પરીક્ષામાં 46.22 % છાત્રો હાજર

Karnavati 24 News