Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પાટણ ની ફતેહસિંહરાવ લાયબ્રેરીમાં અભિજ્ઞાન શાંકુન્તલ પુસ્તક વિશે પ્રવચન યોજાયું

પાટણની ઐતિહાસિક ફતેહસિંહરાવ લાયબ્રેરીમાં સ્વ.કિર્તીકુમાર જયસુખરામ પારીનાં સૌજન્યથી ચાલતા ‘મને જાણો’ કાર્યક્રમ અંતર્ગત લાયબ્રેરીમાં જે પુસ્તકનાં નાટકો જર્મનમાં ખૂબ ભજવાયા હતા અને જર્મન કવિ જે પુસ્તકને માથા ઉપર મુકીને નાચ્યા હતા. તેવા મહાકવિ કાલીદાસની શ્રેષ્ઠ કૃતિ અભિજ્ઞાન શાંકુન્તલ ઉપર વક્તા કાંતિભાઇ સુથાર દ્વારા સુંદર પ્રવચન આપવામાં આવ્યું હતું.

મહાકવિ કાલિદાસે આ કૃતિમાં બે પ્રેમીઓની ઝંખના, ઉત્કટ પ્રેમ, મીલન, પ્રેમાલાપ, ઝુરાપો, જુદાઇ, વિરહ, પુનઃમિલન વગેરે પ્રસંગોનું ખૂબ સુંદર વર્ણન કરી શ્રોતાઓને કવિ દ્વારા કૃતિમાં રહેલ શૃંગાર રસ, પર્યાવરણ પ્રેમ, કન્યા વિદાય, પશુ-પંખી પ્રત્યેનો પ્રેમ, દુર્વાશા મુનીનો શાપ, કર્ણઋષિનો પુત્રી પ્રેમ, માતંગી ઋષિનાં આશ્રમમાં શકુન્તલા-ભરત રાજા દુષ્યંતનું મિલન વગેરે વિશે માહિતી આપી કૃતિમાં રસતરબોળ કરી દીધા હતા.

આ પ્રસંગે પ્રમુખ ડો. શૈલેષ બી. સોમપુરા દ્વારા સ્વાગત કરી ફતેહસિંહરાવ લાયબ્રેરીમાં અગાઉ વર્ષો સુધી મંત્રી તરીકે પોતાની ફરજ બજાવી હતી તેવા કિશોરભાઈ ઠક્કરનાં અવસાન નિમિત્તે તેઓના કાર્યોને બીરદાવી મૌન પાળી શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.આ પ્રસંગે સુરેશભાઈ દેશમુખ, કેશવલાલ ઠકકર, પ્રકાશભાઈ રાવલ, ત્રિભોવનભાઇ જોષી, આત્મારામભાઈ નાયી, જયેશભાઈ વૈદ્ય, ગૌરાંગ ત્રિવેદી, કર્દમભાઈ મોદી, કિશોરભાઈ સોની વિગેરે હાજર રહ્યા હતા. આભારવિધી મંત્રી મહાસુખભાઈ મોદીએક કરી હતી.

संबंधित पोस्ट

સુરતની કામરેજ સુગર ફેક્ટરીમાં આગ,બગાસના સંગ્રહિત જથ્થામાં આગ લાગતા નાસભાગ,ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો.!

Karnavati 24 News

જો તારે ઈકો માં પેસેન્જર ભરવા હોય તો પચાસ રૂપિયા આપવા પડશે નહીંતર પેસેન્જર ખાલી કરી નાખ

Karnavati 24 News

 અંબાલાલ પટેલની આગાહી, ડિસેમ્બરના અંત સુધી રાજ્યમાં પડી શકે છે કમોસમી વરસાદ

Karnavati 24 News

લક્ષાંક સામે જિલ્લામાં 2 દી’માં 40109 બાળકો રસી લેતાં 50 ટકા રસીકરણ પૂર્ણ

Karnavati 24 News

જામનગરજિલ્લાના પોલીસ તંત્ર દ્વારા રાત્રી કર્ફ્યુ ની અમલવારી દરમિયાન ત્રણ બાઇક ચાલક અને રિક્ષાચાલક નશો કરેલી હાલતમાં પકડાયા

Karnavati 24 News

જુનાગઢ વિલીંગ્ડન ડેમ તોપના 7 ગોળા ખમીનેય હજુ પણ અડીખમ છે

Admin