Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

દારૂના નશામાં ચકચૂર બની પરપ્રાંતિયને જાહેરમાં ૨ ખુલ્લી તલવાર લઈને નીકળવાનું ભારે પડ્યું,પોલીસે કર્યો જાહેરનામાના ભંગનો ગુનો દાખલ

ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક..

દારૂના નશામાં ચકચૂર બની પરપ્રાંતિયને જાહેરમાં ૨ ખુલ્લી તલવાર લઈને નીકળવાનું ભારે પડ્યું,પોલીસે કર્યો જાહેરનામાના ભંગનો ગુનો દાખલ..
 
આસો નવરાત્રીમાં પોલીસ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખુલ્લામાં તલવાર લઈને નીકળેલો પરપ્રાંતિય ઝડપાયો..
 
ભરૂચ માં જગદંબાની આરાધના પર્વ આસો નવરાત્રિમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે નાઈટ પેટ્રોલિંગ સતત કરી રહી છે તેવામાં ઝાડેશ્વર ચોકડી નજીક એક પરપ્રાંતીય યુવક દારૂના નશામાં ચકચૂર બની બે હાથમાં ખુલ્લી તલવાડો સાથે જાહેર માર્ગ ઉપરથી પસાર થતા પોલીસે તેને ઝડપી પાડી તેની સામે જાહેરમાં હથિયારો લઈને નીકળવા અંગે જાહેરનામાનો તેમજ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે
 
ભરૂચ સી ડિવિઝન પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં એક પરપ્રાંતીય યુવક જાહેરમાં ખુલ્લી બે તલવાર લઈને ટહેલવા નીકળ્યો હોવાની માહિતી મળવા સાથે રાત્રે નાઈટ પેટ્રોલિંગમાં પોલીસ હતી તે દરમિયાન ખુલ્લામાં દારૂના નશામાં લથળિયા ખાય હાથમાં તલવાળો સાથે ટહેલવા નીકળેલાની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અમર સેમલ સરદાર મૂળ રહેવાસી પશ્ચિમ બંગાળ હાલ રહેવાસી ઝાડેશ્વર ની કન્યાશાળા નજીક ભરૂચનાઓની પોલીસે દારૂના નશામાં ધડ પગાર કરી હતી અને જાહેરમાં તિક્ષણ હથિયાર લઈને નીકળવા અંગે મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ બદલ ગુનો દાખલ કર્યો હતો અને સાથે દારૂના નશામાં ચકચૂર હોવાના કારણે પ્રોહિબિશન પણ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી

संबंधित पोस्ट

સુરતના વરાછા વિસ્તારમાં કુબેર નગર સોસાયટી ખાતે દુકાનદારે મહિલાની છેડતી કરતા લોકોએ મેથીપાક ચખાડ્યો

Karnavati 24 News

ટ્રકની ટક્કરે મહીલાનું મોત: ઉના પોલીસ સ્ટેશન સામે ટ્રક ચાલકે 70 વર્ષિય વૃદ્ધાને હડફેટે લીધા, મહિલાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું

Admin

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં માત્ર પુરુષોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતા ત્રણ યુવક ઝડપાયા, લૂંટ કરવાનું કારણ જાણી ચોંકી જશો!

Karnavati 24 News

 વાંકાનેરના ચંદ્રપુર નજીક અકસ્માતમાં બાઈકચાલકને ઈજા મામલે પોલીસ ફરિયાદ

Karnavati 24 News

ગાંધીનગર સેક્ટર-21 પોલીસ દ્વારા નકલી ડિગ્રી વેંચતાની કરી ધરપકડ, 50 હજારમાં વેંચતા હતા નકલી ડિગ્રી

Karnavati 24 News

ભિલોડાના કડવથમાં મહિલા સાથે બિભત્સ વર્તન કરી તેના પતિ પર ચપ્પુથી હુમલો

Translate »