સુરત જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી, ડિસેમ્બર-૨૦૨૧ અંતર્ગત જિલ્લાની ૪૦૭ ગ્રામ પંચાયતોમાં તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ સવારે ૭:૦૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા દરમિયાન મતદાન તથા તા.૨૧/૧૨/૨૦૨૧ નાં રોજ મતગણતરી થનાર છે. ચુંટણી પ્રક્રિયા અંતર્ગત જિલ્લા તથા તાલુકા મથકે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. જે મુજબ સુરત જિલ્લાકક્ષાએ બી/૩, જિલ્લા સેવા સદન-૨, ગ્રામ પંચાયત ચૂંટણી શાખા, કલેકટર કચેરી, ટેલિફોન નં. ૦૨૬૧-૨૬૬૦૦૧૧, ચોર્યાસી તાલુકામાં એસ.વી.પી.સ્કુલ, લેક વ્યું ગાર્ડનની સામે, પીપલોદ, ટેલિફોન નં.૦૨૬૧-૨૨૧૨૯૪૧, ઓલપાડ તાલુકામાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, હાથીસા રોડ, ટેલિફોન નં.૦૨૬૧-૨૨૨૭૪૦, કામરેજ તાલુકામાં આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, ખોલવડ, ટેલિફોન નં.૦૨૬૧-૨૫૩૯૫૦, પલસાણા તાલુકામાં ડી.બી.હાઇસ્કુલ, ટેલિફોન નં.૦૨૬૨૨-૨૬૫૦૫૬, બારડોલી તાલુકામાં બી.એ.બી.એસ.હાઇસ્કુલ, ટેલિફોન નં. ૦૨૬૨૨-૨૨૧૦૪૦, મહુવા તાલુકામાં તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી, ટેલિફોન નં.૦૨૬૫-૨૫૫૭૨૧, માંડવી તાલુકામાં તાલુકા સેવા સદન, મામલતદાર કચેરી, ટેલિફોન નં.૦૨૬૨૩-૨૨૧૦૨૩, માંગરોળમાં એસ.પી.એમ. મદ્રેસા હાઇસ્કુલ, ટેલિફોન નં.૦૨૬૨૯-૨૨૦૦૮૨ અને ઉમરપાડા તાલુકામાં મામલતદાર કચેરી, ટેલિફોન નં.૦૨૬૨૯-૨૫૩૩૯૯ નો સંપર્ક કરી શકાશે. તેમ નોડલ અધિકારી રાજય ચૂંટણી આયોગ અને નિવાસી અધિકારી કલેકટર, સુરતની યાદીમાં જણાવાયું છે.