Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

કોલેજમાં જરૂરી તમામ ફેકલ્ટી, શિક્ષણ સુવિધાઓ ઉભી કરી સ્ટેટ ઓફ ધ આર્ટ કોલેજનું નિર્માણ થાય તે દિશામાં કામગીરી જરૂરી :- શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા



સરકારી વિજ્ઞાન કોલેજ, વરાછાના નવા બાંધકામ પ્લાનિંગ અંગે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

(જી.એન.એસ) તા. 9

ગાંધીનગર/સુરત,

સ્વર્ણિમ સંકુલ – ૨, ગાંધીનગર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સરકારી વિજ્ઞાન કોલેજ વાલક પાટિયા પાસે કાયમી નવા ભવનના બાંધકામ અને પ્લાનિંગ અંગે બેઠક યોજાઈ હતી.

    આ બેઠકમાં મંત્રીશ્રીએ અધિકારીઓને જણાવ્યું કે, આ કોલેજમાં જરૂરી તમામ ફેકલ્ટી, શિક્ષણ સુવિધાઓ ઉભી કરી સ્ટેટ ઓફ ધ આર્ટ કોલેજનું નિર્માણ થાય તે દિશામાં સૌ અધિકારીઓએ કામગીરી કરવી જરૂરી છે.

      શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે વર્ષ-૨૦૨૧માં વરાછા વિસ્તારમાં સરકારી વિજ્ઞાન કોલેજના નિર્માણને મંજૂરી આપી હતી. વર્ષ -૨૦૨૨ના નવા શૈક્ષણિક સત્રથી સીમાડા સ્થિત મનપાની નગર પ્રાથમિક શાળામાં કાર્યરત છે, ત્યારે સરકારી વિજ્ઞાન કોલેજના કાયમી નવા ભવનના બાંધકામ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગને વાલક પાટિયા પાસે ૧૭,૩૮૩ ચો.મી. જમીન સુપ્રત કરવામાં આવી છે.

           મંત્રીશ્રીએ કહ્યું કે, સુરત મનપાને જમીનના પ્લોટ માટે સરકાર દ્વારા રૂ.૫૨ કરોડની ચૂકવણી કરવામાં આવી છે. સુરતના વાલક ખાતે ૧૭,૩૮૩ ચો.મી. જગ્યા પર સાકાર થનાર અત્યાધુનિક સરકારી વિજ્ઞાન કોલેજ-વરાછા નજરાણા સમાન શિક્ષણધામ બનશે તેમ મંત્રી શ્રીએ આશા વ્યક્ત કરી હતી.

          મંત્રીશ્રીએ વરાછામાં કોલેજના નિર્માણ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી ઉમેર્યું કે, ઝડપભેર ટેન્ડરીંગ સહિત જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી નવું ભવન સાકાર થાય એ દિશામાં રાજ્ય સરકાર દ્વારા ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે.. આપણા સૌ અધિકારીઓની જવાબદારી છે કે ગુજરાતના વિધાર્થીઓના શિક્ષણમાં કોઈ પણ પ્રકારની ઉણપના રહે તે દિશામાં કામગીરી કરવા તમામ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન મંત્રી શ્રી દ્વારા આપવામાં આવ્યું હતું.

संबंधित पोस्ट

પ્રજાસત્તાક દિને ગુજરાત રજૂ કરશે : ‘ગુજરાત : આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ’ની થીમ આધારિત ઝાંખી

Gujarat Desk

એકતાનગર સ્થિત GMR કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં છેલ્લા ચાર વર્ષમાં આદિવાસી વિસ્તારના ૨૦૪૮થી વધુ યુવક યુવતીઓ તાલીમ મેળવી પગભર બન્યા

Gujarat Desk

ભિષણ આગ:પોશીનાના ખંઢોરા(વાવડી) માં ઘરમાં આગ લાગતાં અનાજ સહિત ઘરવખરી ખાખ

Karnavati 24 News

સ્થાનિક કાર્યકર ન મૂકાય ત્યાં સુધી આંગણવાડીમાં બાળકોને ભણવા નહીં મોકલવા ગ્રામજનોનો હુંકાર

Karnavati 24 News

35મી ઓલ ઈન્ડિયા પોસ્ટલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજસ્થાન ચેમ્પિયન

Gujarat Desk

હિટવેવથી બચવા, સાવચેતી રાખવા જી. એન. એસ નેશનલ ન્યૂઝ એજન્સી તરફથી જાહેર અપીલ

Gujarat Desk
Translate »