Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અંબાજી-બાલારામ વન્યજીવ અભયારણ્યની આસપાસ વર્ષ 2019થી એક પણ લિઝને મંજૂરી અપાઈ નથી- વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલ



વન્યજીવ અભયારણ્યની હદથી એક કિ.મી. ત્રિજ્યામાં માઈનિંગ પર રાજ્ય વ્યાપી પ્રતિબંધ

(જી.એન.એસ) તા. 24

ગાંધીનગર,

અંબાજી-બાલારામ વન્યજીવ અભયારણ્યની આસપાસ વર્ષ 2019થી રાજ્ય સરકાર દ્વારા એક પણ લિઝને મંજૂરી આપવામાં આવી નથી‌. ગુજરાતમાં કેન્દ્ર સરકારની નીતિ મુજબ વન્યજીવ અભયારણ્યની એક કિ.મી.ની ત્રિજ્યામાં માઈનિંગની કામગીરી માટે મંજૂરી આપવામાં આવતી નથી,જેથી છેલ્લા બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના અંબાજી-બાલારામ અભયારણ્યની આસપાસ પ્રતિબંધ અંતર્ગત આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ કે ભંગ થયો નથી તેમ, વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પુછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશ પટેલની જણાવ્યું હતું.

રાજ્ય મંત્રી શ્રી  મુકેશ પટેલે ગૃહમાં વધુ વિગત આપતા કહ્યું હતું કે,બાલારામ વન્યજીવ અભયારણ્ય હેઠળ ઈકો સેન્સિટીવ ઝોનમાં બનાસકાંઠા અને સાબરકાંઠાના પાંચ તાલુકાના અંદાજે 133 ગામનો સમાવેશ થાય છે. આ ઈકો સેન્સિટીવ ઝોનમાં રહેતા ખેડૂતો ખેતી માટે કૂવો ખોદી શકે,વીજ જોડાણ લઈ શકે, હયાત રસ્તાનું સમારકામ,પશુ પાલન માટે તબેલો, ઘર, કમ્પાઉન્ડ વોલ,  આ વિસ્તારમાં દવાખાનું, આંગણવાડી શાળા, ખેતી કરવા વિવિધ પાક,જૈવિક ખેતી, કુટીર ઉદ્યોગ, સોલાર પેનલ, કૌશલ્ય વિકાસ તેમજ પર્યાવરણ જાગૃતિ જેવી પ્રવૃત્તિ કરી શકાય છે.

મંત્રી શ્રી કર્યું હતું કે, હોટલ વ્યવસાય, વૃક્ષ કાપવા, ઉદ્યોગો સ્થાપવા, કેબલ નાખવું, રસ્તા પહોળા કરવા, નવા રસ્તા બનાવવા, રાત્રિના સમયે ખેતીના ઉપયોગ સિવાય વાહન ચલાવવું, ઘન કચરો અને પ્લાસ્ટિકનો નિકાલ તેમજ હેલિકોપ્ટરનો ઉપયોગ વગેરે પ્રવૃત્તિઓ માટે ફરજિયાત મંજૂરી લેવાની હોય છે.

મંત્રીશ્રીએ ગૃહમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પર્યાવરણ અને વન્યજીવના હિતમાં આ વિસ્તારમાં માઈનિંગ પ્રવૃત્તિ માટે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી.

संबंधित पोस्ट

બેરાજા ગામે મજુર યુવતીએ ઝાડ સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાધો

Gujarat Desk

ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાના હસ્તે રાજ્યમાં પર્યાવરણ સંરક્ષણ કરતા પ્રકૃતિ પ્રેમીઓને સન્માનિત કરાયા

Gujarat Desk

 પેપર લીક મામલે કમલમમાં વિરોધ કરતા આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યા જામીન

Karnavati 24 News

IPL 2025: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો

Gujarat Desk

दुनियाभर के पर्यटन उद्योग पर महामारी का बुरा प्रभाव, जानें- किस देश में क्या है असर

Admin

રાણકીવાવ ના પર્યટકો માટે કેન્ટીન,ગેસ્ટ હાઉસ મ્યુઝિયમ સંકુલમાં બનાવવા તૈયારી

Karnavati 24 News
Translate »