મોરબીના શનાળા રોડ પર આરાધના સોસાયટીમાં વૃદ્ધની હત્યા થયાની આશંકા સાથે પોલીસે તપાસ ચલાવી હતી અને મૃતકના દીકરીએ પાડોશી ઇસમ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હોય જેથી પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
હાલ અમદાવાદ રહેતા નિમિષાબેન વિરલભાઈ શાહ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે પરિવારના સભ્યો ગોવા લગ્ન પ્રસંગમાં ગયેલ હોય અને ફરિયાદીના પિતા દિનેશભાઈ અમૃતલાલ મહેતા ઘરે એકલા હોય જેની જાણ હોવાથી એકલતાનો લાભ લઈને પાડોશમાં રહેતો ઇસમ કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ મુળજીભાઈ કણઝારીયા નામનો ઇસમ ઘરમાં ચોરી કરવાના ઈરાદે બપોરના બે વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા દરમીયાન ઘુસી આવ્યો હતો અને ચોરીની કોશિશ કરતા ઘરમાં કોઈ દાગીના રાખેલ ના હોય અને દિનેશભાઈ અમૃતલાલ મહેતા વૃદ્ધ હોય અને ઘરે હાજર હોય જેથી માથામાં કોઈ તીક્ષ્ણ અથવા બોથડ પદાર્થના ત્રણ ઘા મારી ગંભીર ઈજા કરી હતી જેથી દિનેશભાઈ મહેતાનું મોત થયું હતું અને હત્યા નીપજાવી આરોપી નાસી ગયો હતો મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
દાગીના ના મળતા હત્યા કરી કે પછી અન્ય કારણ ?
હત્યાના બનાવમાં મૃતકની દીકરીએ પાડોશમાં રહેતા કલ્પેશ કણઝારીયા નામના ઇસમ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી ચોરીના ઈરાદે ઘુસ્યાનું જણાવ્યું છે જોકે ઘરમાં દાગીના ના હોય અને આરોપીને કાઈ હાથ ના લાગતા વૃદ્ધ પર હુમલો કર્યો હતો કે પછી ચોરી કરતા પકડાઈ જતા વૃદ્ધ સાથે ઝપાઝપી થઇ હતી અને વૃદ્ધને ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી તે આરોપી ઝડપાયા બાદ જ સ્પષ્ટ થશે
પાડોશમાં રહેતો હત્યાનો આરોપી નાની મોટી ચોરી કરવાની ટેવવાળો
ફરિયાદમાં વધુ જણાવ્યું છે કે આરોપી પાડોશી કલ્પેશ કણઝારીયા નામનો ઇસમ નાની મોટી ચોરી કરવાની ટેવવાળો હતો તેવું પણ તેમના ધ્યાનમાં છે અને આરોપીએ ચોરીના ઈરાદે ઘરમાં ઘુસી વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધાની આશંકા વ્યક્ત કરી હતી