Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

બારડોલીના ઇસરોલી ગામમાં બે બંધ મકાનોના તાળાં તૂટ્યા, પરચુરણ સામાનની ચોરી

બારડોલી : બારડોલી ટાઉન પોલીસ મથક વિસ્તારના ઇસરોલી ગામની મંગલમ સોસાયટીમાં ચોરોએ બે બંધ ઘરોને નિશાન બનાવ્યા હતા. જો કે નજીવી રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. સોસાયટીના CCTV કૅમેરામાં ત્રણ જેટલા ચોર નજરે પડી રહ્યા છે.

બારડોલી શહેર અને તાલુકામાં ચોરીની ઘટના અટકવાનું નામ નથી લેતી. બારડોલી તાલુકાના ઇસરોલી ગામની સીમમાં આવેલી મંગલમ સોસાયટીની દીવાલ કૂદી ત્રણ જેતલ ચોર સોસાયટીમાં પ્રવેશ્યા હતા અને સોસાયટીના બંધ મકાન નંબર 70 અને 71નું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ચોરોએ તમામ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. ચોરી કરતાં પહેલા તસ્કરોએ આજુબાજુના પાંચ મકાનોના દરવાજાના નકુચા બહારથી બંધ કરી દીધા હતા. તસ્કરોને બંને મકાનોમાંથી કોઈ કીમતી સામાન હાથ લાગ્યો ન હતો. માત્ર થોડી પરચુરણ રકમથી સંતોષ માનવો પડ્યો હતો. સોસાયટીમાં ચોરોએ બે કલાકત સુધી આંટા ફેરા માર્યા હતા. જે CCTV માં કેદ થયું હતું. બીજી તરફ  76 નંબરના મકાન બહાર પાર્ક કરેલી મોટર સાયકલ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નજીકની સોસાયટીનો વોચમેન મંગલમ સોસાયટીમાં આવતા તસ્કરો નાસી છૂટ્યા હતા. સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર થોડા સમય પૂર્વે પણ આ સોસાયટીમાં આવેલી દુકાનમાં ચોરીનો પ્રયાસ દરમ્યાન ચોરોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં એક યુવકને પથ્થર વાગતા હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.

संबंधित पोस्ट

 ભુજના પ્રમુખ સ્વામી નગરમાં સોનાનો વેપારી લૂંટાયો

Karnavati 24 News

उदयपुर अहमदाबाद रेल मार्ग पर ब्लास्ट मामले में पुलिस ने तीन युवकों को पकड़ा

Admin

મોટી ખાવડી ખાતે મજુરી કામ કરતા સખ્સે અનેક મહિલાઓની વોટ્સએપમાં પજવણી કરી

Karnavati 24 News

 જૂનાગઢમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા પિતા-પુત્રને લેવી પડી પોલીસની મદદ

Karnavati 24 News

સગા ભાઈએ બહેનની હત્યાનો કર્યો પ્રયાસ, ભાઈ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આક્ષેપ

Admin

 રિપેરિંગ માટે માંગ્યા 17 લાખ, ગુસ્સે થયેલા માલિકે કારને બોમ્બથી ઉડાવી દીધી

Karnavati 24 News
Translate »