Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ધનસુરા પોલીસે ફોર્ચ્યુનરમાંથી 4.27 લાખનો શરાબ ઝડપ્યો, પોલિસને ચકમો આપી બુટલેગર ફરાર

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂના વેપલા અને હેરાફેરી અટકાવવા શખ્ત કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.  ધનસુરા પોલીસે સીમલી ત્રણ રસ્તા પાસેથી ફોર્ચ્યુનર કારમાંથી 4.27 લાખનો દારૂ ઝડપી લીધો હતો

ધનસુરા પોલીસને રાજસ્થાનમાંથી ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂ ભરી માલપુર તરફથી ધનસુરા તરફ આવતી હોવાની બાતમી મળતા સતર્ક બની સીમલી ત્રણ રસ્તા પર વોચ ગોઠવાતા બાતમી આધારિત ફોર્ચ્યુનર કાર આવતા અટકાવવા જતા ગાડી દોડાવી મુકતા પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા ફોર્ચ્યુનર કાર રોડ સાઈડમાં ઉતરી જતા ચાલક કાર રેઢિયાળી મૂકી રફુચક્કર થતા પોલીસે ગાડીમાંથી 4.27 લાખના દારૂ સાથે 14.27 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી વિદેશી દારૂનો જથ્થો ઘૂસાડવામાં આવતો હોય છે ત્યારે પોલિસ દ્વારા સઘન કાર્યવાહી અને પેટ્રોલિંગ કરીને આવા બુટલેગરોને ઝડપી પડવા માટે વિશેષ ઝૂંબેશ હાથ ધરવામાં આવતી હોય છે. ખાસ કરીને જિલ્લાના બોર્ડર વિસ્તારોમાંથી આવા તત્વો દારૂ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડતા હોય છે.

संबंधित पोस्ट

દેવગઢ બારીઆના આપના વિધાનસભાના જાહેર થયેલ ઉમેદવાર ઃ ભરત વાખળાના ભાઈએ લખણગોજીયા ગામે પત્નિના આડા સંબંધની શંકાએ હત્યાનો પ્રયાસ કર્યાેં

उदयपुर में साराह को लात-घूंसों से पीट-पीट कर मार डाला, VIDEO: कार कट को लेकर मारपीट, सड़क पर लोगों ने की मारपीट

Karnavati 24 News

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, રવિવારે જ પીએમએ બતાવી હતી લીલી ઝંડી

Admin

 ભરૂચ ના દહેજ ખાતે આવેલ જોલવા ગામ ખાતે નજીવી બાબતે થયેલ ઝઘડા માં એક યુવકની હત્યા

Karnavati 24 News

ઉડતા ગુજરાત : અમદાવાદના ધોરણ 11ના વિદ્યાર્થી પાસેથી ડ્રગ્સ અને ઈ-સિગારેટ મળી

Admin

श्रद्धा मर्डर केस – CCTV में दिखा हत्यारा हाथ में बैग और बॉक्स लिए

Admin
Translate »