Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સુરત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ લીધી મુલાકાત


મંત્રીશ્રી હર્ષ સંઘવીએ ફાયર બ્રિગેડના જવાનોનું સાલ ઓઢાડી સન્માન કર્યું

(જી.એન.એસ) તા. 28
સુરત,

સુરત શહેરના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં થયેલી મોટી આગની દુર્ઘટનાને ફાયર બ્રિગેડ અને વહીવટી તંત્રની ટીમોએ સતત બે દિવસની ભારે જહેમત બાદ કાબૂમાં લઈ લીધી છે. આ દુર્ઘટનામાં અનેક વેપારીઓને આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે ઘટના સ્થળની મુલાકાત લીધી અને વેપારીઓ સાથે સંવાદ સાધી તેમને સાંત્વના પાઠવી હતી. તેમણે આગને કાબૂમાં લેવા માટે દિવસ-રાત એક કરનાર ફાયર બ્રિગેડના જવાનોના પ્રશંસનીય કાર્યની સરાહના કરી હતી. આ ઉપરાંત, મંત્રીશ્રીએ ફાયર બ્રિગેડના જવાનોનું સાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું.

આગની આ દુર્ઘટનાના કારણોની વિગતવાર તપાસ ચલાવવામાં આવી રહી છે.

संबंधित पोस्ट

પાટણ-સિદ્ધપુર GIDCમાંથી ₹9.80 લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો

Gujarat Desk

કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે હજીરાથી કંડલા પોર્ટ તરફ ઈલેક્ટ્રોલાઈઝર્સના કન્સાઈનમેન્ટને વર્ચ્યુલ ફ્લેગ ઑફ કરાવ્યું

Gujarat Desk

એસ.એસ.સી. અને એચ.એસ.સી. પરીક્ષાર્થીઓ માટે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની શુભકામનાઓ

Gujarat Desk

ફરી એક વાર અમદવાદ મેટ્રોએ સૌથી વધુ મુસાફરીનો કર્યો રેકોર્ડ

Gujarat Desk

રાજ્યકક્ષાની ખેલ મહાકુંભ 3.0 લોન ટેનિસની સ્પર્ધામાં સચિવાલય જીમખાનાના ખેલાડીઓએ ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું

Gujarat Desk

ગુજરાત અને મોરેશિયસ: એક ઐતિહાસિક સંબંધ

Gujarat Desk
Translate »