Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ટ્રક નીચે પડતું મુકી રાજકોટના યુવાને કરી આત્મહત્યા: ઘટનાની ફૂટેજ વાયરલ

રાજકોટમાં રહેતા ૩૦ વર્ષીય પરપ્રાંતિએ ટ્રક નીચે આવી કરી આત્મહત્યા. આ બનાવમાં સીસીટીવી ફૂટેજ વાઇરલ થતાં પોલીસે આત્મહત્યા કરનાર પરપ્રાંતિય યુવકના પરિવારની શોધખોળ હાથ ધરી છે. મળતી વિગત અનુસાર રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ પાસે ચાલુ ટ્રક નીચે પડતું મૂકી નીલમ નામના ૩૦ વર્ષીય પરપ્રાંતીય યુવાને આપઘાત કાર્યો હોવાનું સામે આવ્યું છે. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાઇરલ થયા છે. પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી પરિવાર માટેની શોધખોળ હાથ ધરી છે. ગ્રીનલેન્ડ ચોકડી નજીક યુવકે ધીમી ગતિએ ચાલી રહેલા હેવી ટ્રક નીચે અચાનક પડતું મૂકી જિંદગી ટૂંકાવી છે. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. રાજકોટ ગ્રીનલેન્ડ ચોક પાસે ટ્રકના વ્હીલ નીચે આવી જતા યુવાનનું મોત નિપજ્યાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં ટ્રકના વ્હીલ હેઠળ યુવાને ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું સીસીટીવી ફુટેજના આધારે બહાર આવ્યું હતું. બનાવને પગલે પોલીસે વધુ તપાસ કરતા યુવાન પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. તેમજ યુવકનું નામ નીલમ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

संबंधित पोस्ट

ખેડાનાં વરસોલા પાસે એક પેપર મીલમાં ભીષણ આગની ઘટના

Gujarat Desk

જામનગરના સુવરડા ગામની સીમમાં જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશમાં શહીદ થયેલ પાયલોટના પાર્થિવ દેહને સન્માન સાથે વતનમાં લઈ જવાયો

Gujarat Desk

એનએસઓ, ભારત અને આઈઆઈએમએ ડેટા આધારિત નીતિ અને નવીનતાને મજબૂત કરવા હાથ મિલાવ્યા

Gujarat Desk

રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં અનુસૂચિત જાતિના ૨૧૬૦ ખેડૂતોને નવા વીજજોડાણ ખર્ચમાં રૂ. ૨૨૫ લાખથી વધુની રાહત અપાઈ: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આયોજિત નવા નોંધાયેલા વકીલોનો શપથગ્રહણ સમારોહ યોજાયો

Gujarat Desk

શ્રીઅન્ન અને પ્રાકૃતિક ખેતીના વ્યાપથી ‘બેક ટુ બેઝિક’ના મંત્ર દ્વારા વડાપ્રધાનશ્રીએ સ્વસ્થ જીવનનો રાહ બતાવ્યો છે :- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat Desk
Translate »