Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓ બંધ કરવા રજૂઆત કરતા વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓ બંધ કરવા રજૂઆત કરતા વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી
કેસ આવે ત્યારે શાળા બંધ કરો છો તો બાળકોના જીવના જોખમ લીધા વગર બંધ કરો – ભાનુબેન રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ જણાવ્યું છે કે વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આગામી ૧૫ જાન્યુઆરી ૨૦૨૨ સુધી કોરોના મહામારીની ત્રીજી લહેર પીક પકડશે અને ૧૫ જાન્યુઆરી બાદ ઘાતક તીવ્રતા નરમ પડવાની ચેતવણી આપેલ હોય તે અનુસંધાને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની તમામ શાળાઓ બંધ કરવા અને કોરોના મહામારીની લહેર ઉઠે તેના આગોતરા તકેદારીના પગલા લેવા વિપક્ષીનેતાએ મ્યુનીસીપલ કમિશ્નરને રજૂઆત કરેલ છે જેની તકેદારી બાબતે વધુમાં જણાવ્યું છે કે શાળાના બાળકોને લેવા-મુકવા જતા વાહનો જેવા કે વાન-રીક્ષા-સ્કુલબસ-છોટાહાથી-મેટાડોર-મીનીબસ જેવા વાહનોમાં સોસીયલ ડીસટન્સ જળવાતું નથી અને બાળકોને ઘેટા-બકરાની જેમ બેસાડવામાં આવે છે ત્યારે મનપાનું તંત્ર આર.ટી.ઓ અને ટ્રાફિક પોલીસને સાથે રાખી આર.ટી.ઓ. ના નિયમાનુસાર બેઠક વ્યવસ્થા કરવાની કામગીરી કરવામાં આવે વધુમાં ભાનુબેને જણાવ્યું છે કે જયારે શાળામાં કેસ આવે ત્યારે શાળા બંધ કરવાની કામગીરી કરો છો ત્યારે બાળકોના જીવના જોખમ લીધા વગર શાળા બંધ કરો તેવું ભાનુબેન સોરાણીએ યાદીના અંતમાં જણાવ છે.

संबंधित पोस्ट

 UKથી આવેલી 27 વર્ષિય યુવતિ ઓમિક્રોન પોઝીટીવ, શહેરમાં ત્રીજો કેસ નોંધાયો

Karnavati 24 News

અમરેલીમાં હોળી – ધુળેટી ના પર્વ ને ગણતરી ના દિવસો બાકી હોય જ્યારે બજારો ધમધમી ઊઠી

Karnavati 24 News

શું તમે પણ વીમો કરાવ્યો છે, તો જાણો કંપનીઓ કેટલા દિવસમાં સેટલમેન્ટ કરે છે, રિપોર્ટમાં થયો ખુલાસો

Karnavati 24 News

ગુજરાત સ્થાપના દિનને લઇ ને પાટણના જૂના હયાત માર્ગો પર ડામરનું લેયર પાથરવામાં આવ્યું

Karnavati 24 News

 આણંદના લોકોને ગાંધીનગર સુધી પહોંચવા વધુ એક ટ્રેનની સુવિધા મળી

Karnavati 24 News

બ્રેકિંગ :- બોટાદ ઝેરી લઠ્ઠાકાંડ બાદ ગૃહવિભાગની મોટી કાર્યવાહી

Karnavati 24 News