ભારતમાં ઓમિક્રૉનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશના 11 રાજ્યમાં ઓમિક્રૉન ફેલાઇ ચુક્યો છે અને 101 કેસ સામે આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 32 કેસ અને દિલ્હીમાં 22 કેસ છે.
ઓમિક્રૉનના વધતા કેસ પર હેલ્થ મિનિસ્ટ્રીના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યુ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, ઓમિક્રૉન દક્ષિણ આફ્રિકામાં ડેલ્ટા વેરિએન્ટની તુલનામાં ઝડપથી ફેલાઇ રહ્યો છે, જ્યાં ડેલ્ટા વેરિએન્ટની અસર ઓછી હતી, આ ડેલ્ટાની તુલનામાં તે જગ્યાઓ પર વધુ ઝડપથી ફેલાતો દેખાઇ રહ્યો છે, જ્યા ડેલ્ટાના કેસ વધુ હોય છે જેમ કે UK.
નીતિ આયોગના સભ્ય વીકે પૉલે કહ્યુ કે, અમે બ્રિટનમાં પ્રસારને જોઇએ તો જો ભારતમાં પણ આવો જ પ્રકોપ જોવા મળે છે તો આપણી વસ્તીને જોતા દરરોજ 14 લાખ કેસ સામે આવી શકે છે. ફ્રાંસ 65,000 કેસનો રિપોર્ટ કરી રહ્યુ છે. જો ભારતમાં આ રીતનો પ્રકોપ જોવા મળે છે તો તેનો અર્થ દરરોજ 13 લાખ કેસ સામે આવશે.
ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચના ડિરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવે COVID-19 બ્રીફિંગમાં કહ્યુ-
કોરોનાના નવા વેરિએન્ટ આખા યૂરોપ અને દુનિયાના મોટાભાગમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે, માટે બિન જરૂરી યાત્રા અને સામૂહિક સમારંભથી બચવુ જોઇએ. સાથે જ ઉત્સવોને મોટા સ્તર પર આયોજિત ના કરવા જોઇએ.
ઓમિક્રૉનને નજરઅંદાજ ના કરો: WHO
દક્ષિણ-પૂર્વ એશિયા માટે WHOના ક્ષેત્રીય ડિરેક્ટર ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે શુક્રવારે કહ્યુ કે વર્તમાન સીમિત સાક્ષ્યના આધાર પર, ઓમિક્રૉન ઝડપથી ફેલાઇ રહ્યો છે, દક્ષિણ આફ્રિકાના ઉભરતા આંકડાથી ખબર પડે છે કે ઓમિક્રૉન સાથે ફરી સંક્રમણનો ખતરો વધી ગયો છે.