Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

‘પઠાણ’ની બેશર્મી સામે અસલી ભગવો ધ્રુજારો: કાં દ્રશ્યો કાપો, કાં કેસરિયા કરાશે

ફિલ્મ પઠાણમાં હિરોઈને નાના પહેરેલા ભગવા રંગને બેશરમ રંગ કહેવામાં આવી રહ્યો છે જેને લઇ સમગ્ર હિન્દુ સમાજ સાધુ સંતોમાં વિરોધનો સુર પ્રવર્તે છે આ મુદ્દે અગાઉ સોશિયલ મીડિયાના મંચ મારફત વિરોધ નોંધવામાં આવ્યો હતો. આ મુદ્દે જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે ભવનાથ સાધુ મંડળના ઇન્દ્રભારતી સહિતના સંતો મહંતો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો ને એ એકત્ર થઈ ફિલ્મમાંથી ભગવા રંગને બેશરમ કહેવામાં આવે છે તેને હટાવવામાં નહીં આવે તો હજુ પણ ઉગ્ર વિરોધ થવાનો છે તેવી ચિમકી આપતુ આવેદનપત્ર કલેકટરને આપી વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર મુદ્દે ભવનાથ સાધુ મંડળના ઇન્દ્ર ભારતીએ જણાવ્યું હતું કે સમગ્ર ફિલ્મનો વિરોધ નથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ અર્થતંત્રનો એક ભાગ છે પરંતુ ફિલ્મમાં ભગવા રંગને બેશરમ કહેવામાં આવી રહ્યો છે તો શું ભગવો રંગ બેશરમ છે ફિલ્મમાં ભગવાન રંગ વિશે બોલવાવાળા અને ભગવો રંગ પહેરવાવાળા બેશરમ છે તેવા આક્ષેપો કર્યો હતો તેમણે ઉમેર્યું હતું કે હિન્દુ સંગઠનનો સાથે મુસ્લિમોએ પણ વિરોધ નોંધાવ્યો છે વિરોધ દાખવીને આવેદનપત્ર સુપરત કરવામાં જોડાયેલા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ જણાવ્યું હતું કે ઘણા લોકો કહે છે કે અગાઉ ઘણા ફિલ્મમાં વાંધાજનક શબ્દો અને દ્રશ્યો બતાવ્યા હતા ત્યારે કેમ વિરોધ ન કર્યો તેનો જવાબ એ કે, પોતાના પિતાનો ફોટો બનાવી તેમાં બેશરમ લખજો!

संबंधित पोस्ट

કામની વાત/ શું તમે હાલમાં નોકરી બદલી છે, તો જૂના PF અકાઉન્ટના પૈસા આવી રીતે નવામાં એડ કરો

Karnavati 24 News

સુરત : નેતાઓની સભામાં મેદની ભેગી કરવા બારડોલી બસ ડેપોએ ૭ દિવસ લોકલ શીડ્યુલ બસ બંધ કરી

Karnavati 24 News

કચ્છના 1.80 લાખથી વધુ ખેડૂતો પર આર્થિક બોજો વધ્યો : રાસાયણિક ખાતરના વધતા ભાવ નિયંત્રણમાં લાવવા રજુઆત

Karnavati 24 News

ભાજપે સંકલ્પ પત્રમાં આપ્યા મોટા 30 વચનો – ખેડૂત, મહિલા, યુવા ઉપરાંત આરોગ્ય સેવાને મહત્વ

Admin

“આ દિલ્હી-મુંબઈ નથી, આ પાકિસ્તાન છે… હોળી ન રમી શકે હિંદુ”

Karnavati 24 News

લાઠી – ૯૬, વિધાનસભાની બેઠક માટે જામશે ખરાખરીનો જંગ..!! લડવા માંગતા કાર્યકરોમાં સળવળાટ..

Karnavati 24 News
Translate »