Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

સુરત શહેર પોલીસની અભિનવ પહેલ,પોલીસ પરિવારના યુવક-યુવતિઓના ભવિષ્ય ધડતર માટે ‘ભવિષ્ય’ કારકિર્દી પ્રેરણા કેન્દ્રનું ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ લોકાર્પણ કર્યું.! .

સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા પોલીસ પરિવારના યુવક-યુવતિઓને ભવિષ્ય ધડતર માટે તાલીમ સાથે માર્ગદર્શન મળી રહે તે માટે ‘ભવિષ્ય’ કારકિર્દી પ્રેરણા કેન્દ્ર તથા પોલીસ શોપીંગ પ્લાઝા તથા સાયબર ક્રાઈમના રૂમોનું ગૃહરાજયમંત્રીશ્રી હર્ષભાઈ સંધવીએ લોકાર્પણ કર્યું હતું.

પોલીસ મુખ્ય મથક ખાતે તૈયાર થયેલા કેન્દ્રમાં પોલીસ પરિવારના બાળકોને કારકિર્દી માર્ગદર્શનની સાથે ઉત્તમ તાલીમ મળી રહે તે માટેના કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. આ કેન્દ્રમાં સ્કીલ ડેવલપેમન્ટ, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ, કોમ્પ્યુટર સ્કીલ જેવી અનેક તાલીમો આપવામાં આવશે. પોલીસ શોપીંગ પ્લાઝામાંથી ડેરીની આઈટમો, શાકભાજી તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પોલીસ પરિવારોને રાહતદરે મળી રહેશે.

આ અવસરે ગૃહરાજયમંત્રીશ્રીએ પોલીસના પ્રયાસને બિરદાવીને જણાવ્યું હતું કે, રાજયની શાંતિ અને સલામતી માટે દિન-રાત ખડેપગે રહેતા પોલીસ જવાનોના યુવક-યુવતિઓ માર્ગદર્શનથી વંચિત રહી ન જાય તે માટે આ કેન્દ્ર ઉત્તમ કારકિર્દી ધડતર માટે સહાયરૂપ બની રહેશે. આ સેન્ટર શરૂ કરીને સુરત પોલીસની વિચારધારા શું છે તે જાણી શકાય છે. પોલીસ અને સમાજ વચ્ચે અંતર ધટે તે માટે ગૃહવિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા વધુમાં વધુ ફૂટ પેટ્રોલિંગ કરીને સમાજમાં રહેલી સમસ્યાઓનું મુંલ્યાકન કરીને તેને દુર કરવાના માટે પ્રયાસો કરવાનો અનુરોધ કર્યો હતો. પોલીસ સ્ટેશને કામ અર્થે આવતા નાગરિકો સાથે પોલીસ દ્વારા માનવિય વર્તન થાય તે જરૂરી હોવાનું જણાવીને ગેર વર્તણુંક કરનારા જવાનો સામે ફરિયાદ આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે, સુરત પોલીસ દ્વારા ગાર્ડનો, વોકિગ ટ્રેક જેવા જાહેરસ્થળોએ સજેશન બોકસ મુકીને સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના સારા પરિણામો મળી રહ્યા છે. તાજેતરમાં બનેલી ઘટના વિશે જણાવતા કહ્યું કે, ઉમરા પોલીસના જવાને સજેશન બોકસની ચિઠ્ઠી વાંચીને તત્કાલ કાર્યવાહી કરીને હનિટ્રેપના કિસ્સામાં વ્યકિતને મદદ કરીને ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. વધુમાં તેમણે કહ્યું કે, શહેરની કોઈ પણ મહિલાઓ સીધી પોલીસ સ્ટેશને આવવા માંગતા ન હોય તો સજેશન બોકસમાં પોતાની સમસ્યા એક ચિઠ્ઠી દ્વારા લખીને જણાવી શકે છે. જેના પર પોલીસ દ્વારા તત્કાલ કાર્યવાહી કરવામાં આવશે.

આ અવસરે પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, પોલિસ પરિવારના બાળકો માર્ગદર્શનના અભાવે જોબની વંચિત રહી ન જાય તે માટે કેન્દ્ર શરૂ કરીને વિવિધ સ્પર્ધાત્મક પરિક્ષાઓની તાલીમ તથા અન્ય શૈક્ષણિક તાલીમો આપવામાં આવશે જેના કારણે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની કારકિર્દી ધડવામાં મદદરૂપ બનશે. કારકિર્દી ધડતર માટે કોર ટીમ બનાવવામાં આવી હોવાની વિગતો તેમણે આપી હતી.

આ અવસરે અધિક પોલીસ કમિશનરશ્રી પ્રવિણ માલ, ડી.સી.પી.સરોજકુમારી, કેન્દ્રમાં સહયોગ આપનારા શ્રી જેન્તીભાઈ, કમલેશભાઈ યાજ્ઞિક, ચેમ્બર્સના પ્રમુખશ્રી આશિષભાઈ ગુજરાતી, પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

અમરેલી જિલ્લામાં 30,021 વિદ્યાર્થી ધોરણ-10 અને 12 ની પરીક્ષા આપશે

Karnavati 24 News

લોહીના આંસું રડાવી રહ્યો છે કોરોના, ઝીરો કોવિડ પોલિસી પર હંગામા વચ્ચે ઝડપથી વધી રહ્યો છે મૃત્યુઆંક

Admin

દેત્રોજ – રામપુરા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા મામલદાર અને તાલુકા વિકાસ અધિકારી ને આવેદપત્ર પાઠવ્યુ

Karnavati 24 News

મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને નોકરી પરથી કરી રહી છે છૂટા, જાણો શું છે કારણ

Admin

ગારીયાધાર તાલુકા માં ખેડૂતો દ્વારા ખેતી લાયક જમીન ની શરૂઆત

Karnavati 24 News

યુરોપ અને ઉત્તર અમેરિકા પછી ઓસ્ટ્રેલિયામાં ચેતવણી; શું ભારત માટે ખતરો છે?

Karnavati 24 News