Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનોપ્રદેશસ્થાનિક સમાચાર

મહેસાણાનાં ધોળાસણ ગામમાં ક્રેન દ્વારા વૃદ્ધ ને ટક્કર મારી, નીચે કચડાતાં વૃદ્ધનું ધટના સ્થળે જ મોત નિપજ્યું

મહેસાણાનાં ધોળાસણ ગામમાં ક્રેન નીચે કચડાતાં વૃદ્ધનું મોત નિપજ્યું છે મહેસાણા તાલુકાના ધોળાસણ ગામમાં રહેતા 73 વર્ષિય મકવાણા નટવરભાઈ શંકરલાલ તેમના નિત્યક્રમ મુજબ સવારે ચાલવા જતાં હતા તે દરમ્યાન સવારે 9 વાગ્યાના આસપાસ મહેસાણા તરફથી આવી રહેલી ક્રેન રેલવેના ચાલતા કામ માટે ફાટક તરફ જઇ રહી હતી તે સમયે ક્રેનના ચાલકે પૂરઝડપે હંકારીને આગળ ચાલતા જઈ રહેલ વૃદ્ધને અડફેટે લીધા હતા જે ઘટનામાં આગળના ટાયરમાં વૃદ્ધ આવી જતાં માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને આ ઘટનામાં સ્થળ પર જ વુદ્ધનું કરૂણ મોત નિપજ્યું હતું આ ઘટનાને લઇ ક્રેન ચાલક ક્રેન મૂકીને ભાગ્યો હતો આ ધટના ને પગલે મહેસાણા લીંચ આઉટ પોસ્ટના ઇન્ચાર્જ એ.એસ.આઇ.ચિરાગ રાઠોડ ઘટના સ્થળે જઇને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી આ મામલે લાંઘણજ પોલીસ મથકે ACE હાઇડ્રા ક્રેન નં જી.જે-૦૬ જે એફ-૧૧૬૭ નો ચાલક સામે વૃદ્ધ નાં પુત્ર દ્વારા ફરિયાદ નોધવાવામાં આવી છે જેને લઇ પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

संबंधित पोस्ट

સુરતમાં બનશે દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન જેનો આકાર હીરા આકાર જેવો હશે …

Karnavati 24 News

પાલિતાણા તાલુકામા બાળકો દ્વારા ચોપડા પૂજન કરી અનોખી રીતે દશેરા ઉજવ્યા

Admin

કંબોઈ થી દેલમાલ સુધી 5 કિમી નો રોડ ઉબડ ખાબડ,વાહનચાલકો પરેશાન

Karnavati 24 News

झूठ बोल रहा ड्रैगन, विदेश मंत्रालय ने किया साफ, पूरी तरह नहीं हुई चीनी सैनिकों की वापसी

Admin

પાટણનાં વેપારીની સિદ્ધપુરના કલ્યાણ ગામે આવેલી દુકાનમાંથી તસ્કરો ચાંદીના દાગીના ચોરી ગયા

Admin

 વિસાવદરના રાજકારણમાં અનોખી ખેલદિલી, ભાજપ-કોંગ્રેસ અગ્રણીઓએ સરપંચને સાથે મળી પાઠવી શુભેચ્છા

Karnavati 24 News