યુનિવર્સિટીના યોજાયેલા પ્રિ – ઇવેન્ટ એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સમિટમાં અનેક પ્રકારના ખેતીના સંશોધનો રજૂ કરવામાં આવ્યાં હતા . જેમાં ટ્રાવેલ રેઇનગન આકર્ષણનું કેન્દ્રબની છે . આ રેઇનગન થકી ઓછા પાણીએ પણ સારી એવી ખેતી થઇ શકે છે.વળી ડમકી ચલાવવામાં થતો પેટ્રોલ સહિતનો ખર્ચ પણ બચાવી શકે છે . ~ શેર સિંચાઇ માટે અજોડ અને સમાન પાણી સિંચાઇ કરતું સાધન આ અંગે ધૃવ કોટડીયાએ જણાવ્યું હતું કે , આત્મનિર્ભર ભારત સંકલ્પ અંતર્ગત પરિધાન ફાર્મા અને એગ્રોટીસ દ્વારા ઓછા પાણીએ વધુ વિસ્તારમાં સિંચાઇ કરી સારો પાક મેળવી શકે તે માટે ટ્રાવેલ રેઇનગન બનાવવામાં આવી છે . ટ્રાવેલ રેઇનગન સિંચાઇ માટે અજોડ અને સમાન પાણી સિંચાઇ કરતું સાધન છે . આ ટ્રાવેલ રેઇનગનએ એક ઓટોમેટીક માનવ સંશાધન વગર સિંચાઇ કરી આપતું શ્રેષ્ઠ સાધન છે . આ ટ્રાવેલ રેઇનગન એ સિંચાઇ માટે 70 મીટરનો રાઉન્ડ એરિયા કવર કરી 300 મીટર લંબાઇના એરિયામાં સરળતાથી કાર્ય કરી બતાવે છે . વિદ્યુત ઉર્જાની પણ ખૂબ જ બચત થાય છે વધુમાં ટ્રાવેલ રેઇનગનના ફાયદા અંગે ધૃવે જણાવ્યું હતું કે , ખેતી માટે પ્રથમ અને મહત્વનો પ્રશ્ન સિંચાઇને લઇને ઉભો થાય છે . આ ટ્રાવેલ રેઇનગન સિંચાઇમાં પાણીનો ખૂબ જ ઓછો ઉપયોગ કરી શ્રેષ્ઠ સિંચાઇનું માધ્યમ પુરૂ પાડે છે . જોકે , અન્ય સિંચાઇના સંશાધનો જેવા કે ધોરિયા પદ્ધતિ , તો આ પદ્ધતિમાં એક વિઘા વિસ્તારમાં સિંચાઇ માટે 100 થી 150 લાખ લીટર પાણીની જરૂર છે . જ્યારે આ ટ્રાવેલ રેઇનગન સિંચાઇ પદ્ધતિમાં એક વિઘા વિસ્તારમાં સિંચાઇ માટે 20 થી 25 હજાર લીટર ( બે વાર અઠવાડિયા ) માં એટલે કે 50 હજાર લીટર પાણીની જરૂર પડે છે . સૌથી મહત્વની બાબત એ છે કે , વિદ્યુત ઉર્જાની પણ ખૂબ જ બચત થાય છે . બીજા પાણી ખેંચવાના સંશાધનો કે જેનો ઉપયોગ પેટ્રોલ , ડિઝલ , કેરોસીન જે ખર્ચાળ હોય છે . આ ઉપરાંત વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરે તો પણ ખર્ચાળ છે . જેમ કે બીજા સિંચાઇના સંશાધનો ઉપયોગ કરે તો એક વીઘા વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે સતત બેથી અઢી કલાક મશીન શરૂ રાખી વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરવો પડે છે . જ્યારે આ રેઇનગન સિંચાઇ પધ્ધતિ એક વિઘા વિસ્તારમાં સિંચાઇ પાણી પહોંચાડવા એક કલાકનો સમય ઉપયોગ કરે છે . તો ઉર્જા 40 ટકાથી 45 ટકા જેટલા જથ્થાની બચત થાય છે .