Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરત : પલસાણાના ચલથાણમાં રેલવે યાર્ડમાં ગુડ્સ ટ્રેનમાંથી સિમેન્ટનું રો મટીરીયલ ઠલવાય છે : પ્રજા ત્રાહિમામ !

સુરત ભૂસાવલ રેલવે લાઇન પર આવેલા ચલથાણ રેલવે સ્ટેશન યાર્ડ પર છેલ્લા કેટલાક સમયથી દિવસ રાત ગુડ્સ ટ્રેનમાંથી સિમેન્ટનું પાવડર ફોમમાં રો મટિરિયલ ઠલવાય છે. પાવડરની રજકણ હવામાં ભળવાને કારણે પર્યાવરણને તેમજ માનવ શરીરને નુકશાન કરે છે. આ બાબતે ચલથાણ પંચાયત, GPCB તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓને મળી સમસ્યાનો નિકાલ લાવવાની તજવીજ હાથધરી છે. પલસાણા તાલુકાના ચલથાણ ગામે રેલવે યાર્ડમાં છેલ્લા કેટલાક સમયથી સિમેન્ટમાં વપરાતા રોમટેરીયલ ગુડ્સ ટ્રેન મારફતે પ્લેટફોર્મ પર ખાલી કરીને ટ્રકોમાં ભરી જેતે સ્થળે પહોંચાડવા આવે છે. ટ્રેનમાં આવતું રોમટેરિયલ પાવડર સ્વરૂપે હોય છે અને ટ્રેનમાંથી પ્લેટફોર્મ પર ઠાલવી GCB મશીન દ્વારા ટ્રકોમાં ભરતી વખતે પાવડરની રજકણો ઉડી હવામાં ભળી હવાને દૂષિત કરે છે. તો બીજી તરફ આ ટ્રકોમાં ભરેલો પાવડર યાર્ડ માંથી જે તે સ્થળે લઈ જતી વખતે ડમફર ટ્રકોમાં બેફામ ઓવરલોડ મટેરિયલ ભરી ચલથાણના મુખ્ય માર્ગો પરથી પસાર થતા ટ્રકમાં ઓવરલોડ ભરેલું મટેરિયલ રસ્તા પર વેરાય છે અને વાહનો સ્લીપ થવાનો ભય રહે છે અને ટ્રકમાં ઓવરલોડ પાવડર સ્વરૂપે ભરેલા રોમટેરિયલ પર તાડપત્રી નહિ બાંધવાના કારણે ચાલુ ગાડીમાંથી પાવડરની રજકણો ઉડી વાહન ચાલકોના આંખમાં પડે છે, જેના કારણે અકસ્માત સર્જવવાનો ભય રહે છે. કેટલીક વખત યાર્ડમાંથી નીકળતા આ વાહનો બેફામ અને ગફલત રીતે ચલથાણના મુખ્ય માર્ગો પર દોડતા નાના મોટા અકસ્માતો સર્જાય છે. યાર્ડમાં ઠલવાતા સિમેન્ટ રો -મટેરિયલથી સર્જાતી સંખ્યાબંધ સમસ્યાને લઈ ચલથાણ પંચાયત એક્શનમાં આવી આ બાબતે રેલવે વિભાગ તેમજ GPCBને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી. રેલવે યાર્ડમાંથી ઊડતી આ રજકણના કારણે રેલવે સ્ટેશન આસપાસની સોસાયટીના રહીશો હાલ ભારે હાલાકી ભોગવી રહ્યા છે એ રજકણ શ્વાસમાં જવાથી સંખ્યાબંધ લોકોને શ્વાસની તફલીક તેમજ બીમારી થવાની ઘટનાનો સામે આવી છે. તો આ રજકણો ઘરમાં નહિ આવે તે માટે ગૃહિણીએ આખો દિવસ ઘરના દરવાજા બંધ રાખવા પડે છે, તેમજ ઘરની છતનો ઉપયોગ પણ કરી શકતા નહિ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. એ બાબતે તંત્ર વહેલી તકે યોગ્ય નિકાલ લાવે એ જરૂરી બન્યું છે. આ સિમેન્ટ મટીરિયલની ડસ્ટ એટલી હાનિકારક છે કે, શ્વાસમાં જવાથી શ્વાસના રોગો થવાની સંભાવનાઓ વધી જાય છે. વળી બેફામ ઓવરલોડ ટ્રકો પણ માતેેલા આખલા સમાન બજારમાં બેફામ દોડતા છાશ વારે અકસ્માત સર્જાય છે. એ બાબતે અમે જવાબદાર તંત્રને પહેલા નોટિસ આપીશું અને જરૂર પડ્યે તો ટ્રકો અટકાવીશું. – મહેન્દ્ર દેસાઈ, સરપંચ, ચલથાણ પંચાયત

संबंधित पोस्ट

ભિલોડા પંથકમાં ભારે વરસાદે તારાજી સર્જી તો હવે જગતના તાતના માથે ચિંતા, પાકમાં ઇયળનો ઉપદ્રવ વધ્યો

Karnavati 24 News

રેલવે PSU ચીફે ઘરને ‘સરકારી ગેસ્ટ હાઉસ’ બનાવ્યું, પોતે લેતા હતા 2 લાખનું ભાડું

Admin

જૂનાગઢ જિલ્લામાં 23277 નવા મતદારોનો ઉમેરો, કુલ મતદારોની સંખ્યા 12.66 લાખ

Karnavati 24 News

બીટકોઈન આરોપી જીપીપીના ધારાસભ્ય નલીન કોટડીયાએ પટેલવાડી ખાતે એક સંમેલન બોલાવી માગ્યું જન સમર્થન

Admin

ભારતમાં રોજના ઓમિક્રૉનના આવી શકે છે 14 લાખ કેસ, સરકારની ચેતવણી

Karnavati 24 News

વલસાડ ગ્રામ પંચાયતનું 71.04 ટકા મતદાન

Karnavati 24 News