Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વડોદરા શહેરના આજવા સરોવરની સપાટી 211.25 ફૂટે પહોંચી, 15મી ઓગસ્ટે રાત્રે 212 ફૂટે લેવલ સેટ કરાયું

વડોદરા શહેરના આજવા સરોવરના 62 દરવાજાનું લેવલ 15મી ઓગસ્ટની રાત્રે 12:00 વાગે 212 ફૂટની સપાટીએ સેટ કરવામાં આવતા આજવા સરોવરમાં હવે 31 ઓગસ્ટ સુધી 212 ફૂટના લેવલ સુધી પાણી ભરી શકાશે. આજે સવારે આજવાનું લેવલ 211.25 ફૂટ હતું. તારીખ 2 ઓગસ્ટના રોજ સરોવરનું લેવલ 15 દિવસના એકધારા ઘટાડા બાદ 211 ફૂટ થતાં 62 દરવાજામાંથી પાણીનો ઓવરફ્લો બંધ થયો હતો. જોકે અઠવાડિયા અગાઉ વરસાદને લીધે આજવાનું લેવલ ફરી વધતા 62 દરવાજામાંથી ઓવરફ્લો ચાલુ થયો હતો, અને આ લેવલ વધીને 211.30 ફૂટ સુધી પહોંચી ગયું હતું, પરંતુ વરસાદ બહુ નહીં હોવાથી લેવલ ધીમે ધીમે ઘટી રહ્યું હતું. આ દરમિયાન સરકારની ગાઈડલાઈન મુજબ 15 ઓગસ્ટ આવતા 62 દરવાજાનું લેવલ 211 ફૂટથી વધારીને 212 ફૂટ સુધી ગઈ રાત્રે કરી દેવામાં આવ્યું છે. ચોમાસાની ચાલુ સિઝનમાં આજવા સરોવર અને ઉપરવાસમાં ગઈ 18મી જુલાઈની રાત્રીએ વરસાદ થવાને લીધે 19મીએ સવારે સપાટી 211 ફૂટથી વધી જતા 62 દરવાજામાંથી પાણી નદી તરફ વહેતા થયા હતા, ત્યારથી માંડીને બે ઓગસ્ટની સવાર સવાર સુધી 62 દરવાજા પરથી પાણી ચાલુ જ રહ્યા હતા. ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં આજવાનું લેવલ સૌથી વધુ 211.75 ફૂટે પહોંચી ગયું હતું. અત્યાર સુધીમાં આજવા વિસ્તારમાં મોસમનો કુલ વરસાદ 865 મિ.મી થયો છે .સરકારની ગાઈડલાઈન મુજબ આજવા સરોવરમાં 15 ઓગસ્ટ સુધી 62 દરવાજાનું લેવલ 211 ફૂટ રાખવાનું હોય છે, અને તે પછી 31 ઓગસ્ટ સુધી 212 ફુટ સુધી રાખી શકાય છે. આજવામાં 24 કલાકમાં 11 મીમી વરસાદ થયો છે, જ્યારે આસોજ ફીડર દોઢ ફૂટે ચાલુ રહી હતી.

संबंधित पोस्ट

કોંગ્રેસની રાજગીર છાવણી: ઉચ્ચ જાતિના નેતાઓને ન ગમ્યું સોશિયલ એન્જિનિયરિંગ ફોર્મ્યુલા, રાજેશ રામના પ્રમુખ બનવામાં અનેક કાંટા

Karnavati 24 News

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર બનાવશે રાજકીય પક્ષ? 12 નવેમ્બરે કરી શકે છે જાહેરાત

Admin

PM મોદીએ નવા વાણિજ્ય ભવનનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું યોગ્ય સમયે સરકારી કામ કરવાનું અમારું લક્ષ્ય

Karnavati 24 News

ધ્રાંગધ્રા – હળવદના ભાજપના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાને કોરોના પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ થયા

Karnavati 24 News

Neque adfaf df porro quisquam est qui dolorem ipsum quia dolor sit amet, consectetur, adipisci velit…

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની પરીક્ષા રદ્દ કરી દેવાતા સુરત જીલ્લા યુથ કોંગ્રેસે આપ્યું આવેદન

Karnavati 24 News