ઘટનાની મળતી વિગતો અનુસાર ગત રોજ સાંજના સમયે સયાજીગંજ પોલીસ સ્ટેશનની શી ટીમ પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલીંગમાં ફરતા હતા. આ દરમિયાન એમ.એસ. યુનિવર્સિટીના ગેટની બાજુમાં વિટકોસ બસ સ્ટોપ પાસે આવતી જતી તથા ત્યા ઉભેલી છોકરીઓને બે શખ્સો આંખથી ઈશારા કરી તથા બોલીને અને પોતાના હાથથી જાહેરમાં ચેનચાળા કરતા હતા. આ સમયે શી ટીમની મહિલા કર્મચારી WPC પૂજાબેન બાબુલાલ, WLRD જાગૃતિબેન ભરતભાઈએ આ બંન્ને ટપોરીઓને પકડી પાડ્યા હતા.અંગે વધુમાં મળતી વિગતો મુજબ છોકરીઓની છેડતી કરનાર બંને આરોપી અનીલભાઈ લીલાધરભાઈ જીંગર (ઉ.વ. 34, રહે. રાવપુરા સારદા ટોકિઝની ગલીમાં વડોદરા શહેર) અને જાફરઅલી ખાન (ઉ.વ. 20 સયાજીગંજ સ્ટેશન પાસે વડોદરા શહેર) ને પકડી પાડવામાં આવ્યા છે. આ બંને આરોપીઓને પકડી પાડી GP એક્ટ 110,117 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શી-ટીમની આ સરાહનીય કામગીરીની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યું છે.