કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવાનો સીલસીલો ચાલી રહ્યો છે. જયરાજ સિંહના એક ટ્વીટથી ફરી એક વખત ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.મહેસાણા પંથકના કોંગ્રેસી નેતા ભાજપમાં જોડાવાના સમાચાર સામે આવી રહ્યા છે, જે બાદ કોંગ્રેસના પ્રવક્તા જયરાજ સિંહે ટ્વીટ કર્યુ હતું. જેમાં કિસ કો ફિકર હૈ કી કબીલે કા ક્યા હોગા…! સબ ઇસી બાત પર લડતે હૈ કી સરદાર કૌણ હોગા…!!જયરાજ સિંહના ગ્રુપના મહેસાણા, બહુચરાજી પંથકના સભ્યો ભાજપમાં જોડાઇ રહ્યા છે. જયરાજ સિંહના ટ્વીટ પછી તે પણ ભાજપમાં જોડાવાની અટકળો શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસમાંથી કોઇ એક મોટા નેતા ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.આગામી 5 રાજ્યોની ચૂંટણી પછી ગુજરાતમાં પણ ચૂંટણીનો જંગ જામશે, ત્યારે આ બાબતને લઇને અત્યારથી જ ચર્ચાઓ થઇ રહી છે. બીજા એક ટ્વીટમાં તેમણે લખ્યુ છે કે, કોંગ્રેસ પક્ષ હંમેશા સંસદ સભઅયો અને ધારાસભ્યો કેન્દ્રીત પક્ષ રહ્યો છે. કોંગ્રેસ પક્ષમાં સંગઠનના લોકોને ક્યાંય સ્થાન હોતું નથી પછી સંગઠનનું મહત્વ ક્યાથી વધે. જયરાજ સિંહનું બીજુ ટ્વીટ તેમની પક્ષ પ્રત્યેની નારાજગી દર્શાવી રહ્યુ છે.