Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

4 દિવસ રાજ્યના 9 જિલ્લામાં હીટવેવનું યલો-ઑરેન્જ ઍલર્ટ, કચ્છમાં રેડ ઍલર્ટ: હવામાન વિભાગ



(જી.એન.એસ) તા. 5

અમદાવાદ,

હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના 9 જિલ્લામાં રેડ, યલો અને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હવામાન વિભાગે આવતીકાલે રવિવારે (6 એપ્રિલ, 2025) અને 7 એપ્રિલના રોજ કચ્છ જિલ્લા હીટવેવનું રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં યલો ઍલર્ટ અને મોરબી અને રાજકોટ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. 

હવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હીટવેવની આગાહી કરી છે. જેમાં 6-7 એપ્રિલ, 2025ના રોજ કચ્છ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, હવામાન વિભાગે આગામી 9 એપ્રિલ સુધી ઉષ્ણ લહેરની ચેતવણીને લઈને ઑરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન ભુજમાં આજે શનિવારે 44.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળુ હવામાન રહેશે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, 8-9 એપ્રિલના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બંને દિવસે કચ્છ જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણીને લઈને ઑરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આગામી 10-11 એપ્રિલના રોજ શુષ્ક હવામાનની આગાહી છે. 

संबंधित पोस्ट

યુકેન માં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી

Karnavati 24 News

‘બિલ્ડિંગ સીનર્જીસ ઇન ઇંડિયન ઇનોવેટિવ ઇકોસિસ્ટમ’ વિષય અંગે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે નેશનલ વર્કશોપ યોજાયો

Gujarat Desk

વેરા વસુલાતની ઝુંબેશમાં એક દિવસમાં 184 મિલકત સીલ

Karnavati 24 News

પોરબંદરમાં હેરિટેજ ટે્રજર હંટ ઇવેન્ટ યોજાઇ : વિજેતાઓને સન્માનિત કરાયા

Admin

“શાહે આલમ સરકાર” ઉરસ વર્ષ : ૫૬૩

Karnavati 24 News

Chief Operating Officer of Mumbai Accused Of Rape, Blackmail Of Polish Colleague Over 6 Years

Translate »