Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પોરબંદરમાં હેરિટેજ ટે્રજર હંટ ઇવેન્ટ યોજાઇ : વિજેતાઓને સન્માનિત કરાયા

રોટરી ક્લબ ઓફ પોરબંદર હંમેશા હેરિટેજ જાગૃતિ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. આ વિઝન હેઠળ રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા રોટરેક્ટ ક્લબ ઓફ પોરબંદર સ્પાર્કલિંગ યુથ અને  ઈંગઝઅઈઇંના સહયોગથી એક અભૂતપૂર્વ ગ્રાન્ડ હેરિટેજ ટે્રઝર હન્ટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરના હેરિટેજ વિશે રમૂજી રીતે જાગૃતિ લાવવા માટે આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટને અદ્ભુત પ્રતિસાદ મળ્યો અને લગભગ ૫૫+ ટીમોએ આ અનોખી ઇવેન્ટમાં ભાગ લીધો.
આ રેસ અંતર્ગત ટીમોને પોરબંદરના હેરિટેજ સ્થળો પર આધારિત ૮ કડીઓ(ક્લુજ) સાથેની શીટ આપવામાં આવી હતી. ટીમોએ આપેલ કડિયો ને ઉકેલ કરીને યોગ્ય હેરિટેજ સ્થાન શોધવાનું હતું. તેઓએ આ હેરિટેજ સ્થળ પર પહોંચીને તેમને પ્રદાન કરેલ ઇવેન્ટ ફ્લેગ સાથે સેલ્ફી પણ ક્લિક કરવાની હતી. ઇવેન્ટને નટવરસિંહજી ક્લબથી ફ્લેગ કરવામાં આવી હતી અને ટીમોએ આપેલ  હેરિટેજ સ્થળ શોધ્યા પછી તે જ સ્થળે પાછા પહોંચવું હતું. તમામ કેટેગરીમાં ટોચના ત્રણ ફિનિશર્સને હેરિટેજ જગ્યા ઉપર લીધેલ સેલ્ફી સાથે ઉકેલવામાં આવેલા મહત્તમ યોગ્ય જગ્યાઓ અને ઓછામાં ઓછા સમયના આધારે પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
દીપ પ્રાગટ્ય પછી જીએમસી ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ હેત્વી દત્તાણી, દિપાલી ચૌહાણ અને જિયા ફાતિમા ડાન્સ પર્ફોર્મન્સ સાથે ઈવેન્ટની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ રોટરી ક્લબના પ્રમુખ પૂર્ણેશ જૈન દ્વારા તમામ પ્રતિયોગીઓને આયોજનના નિયમોથી અવગત કરવામાં આવ્યો હતો. પ્રતિષ્ઠિત મહેમાનો અને રોટરી ક્લબ, રોટરેક્ટ ક્લબ અને ઈન્ટેક ના સભ્યોની હાજરીમાં પ્રતિયોગીઓ ને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. પોરબંદર ના ઇતિહાસ ને એક અનોખી રીતે ઉજાકર કરવાના આ પ્રસંગને સૌએ વખાણ્યો હતો અને આવા અદ્ભુત કોન્સેપ્ટમાં ભાગ લેવાનો સૌને આનંદ માણ્યો હતો.
આયોજકો દ્વારા સેલ્ફી પોઈન્ટ, સંગીત, નાસ્તા અને ઈનામોની અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવી હતી. વિજેતાઓને ગીઝર, મિક્સર ગ્રાઇન્ડર, સ્માર્ટ ઘડિયાળો, એરપોડ્સ, સૂટકેસ અને ટ્રાવેલિંગ બેગ વગેરે જેવા અદ્ભુત ઈનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામ સહભાગીઓને સહભાગીતા પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા.નનરોટરેક્ટ ક્લબ ઓફ પોરબંદર સ્પાર્કલિંગ યુથ ના સભ્યો અને જીએમસી સ્કૂલના પ્રિ સ્કુલ ના સ્ટાફે રોટરી ક્લબ સભ્યોના માર્ગદર્શન હેઠળ ગ્રાઉન્ડ વર્કનું સંચાલન કર્યું હતું. આયોજક સમિતિમાં રોટરી ક્લબના પ્રમુખ પૂર્ણેશ જૈન, રોટરેક્ટ ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ અને ઇવેન્ટ કો-ઓર્ડિનેટર કેવિન સિસોદિયા,  ક્નવીનર પ્રાજક્તા દત્તાણી,  સભ્ય ધર્મેશ થાનકી,  મનોજ મકવાણા, નીરજ મોનાની અને રોટરેક્ટ ક્લબના પ્રમુખ વિવેક લુક્કાનો સમાવેશ હતો.
આ આયોજનને શીર્ષક પ્રાયોજક , ટીશર્ટ સ્પોન્સર  કેરેટ, ફૂડ સ્પોન્સર શિવા બેકર્સ, ડિઝાઇન પાર્ટનર  ડિઝાઇન સ્ટુડિયો અને જીએમસી ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત અન્ય પ્રાયોજકો દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું. રોટરી સભ્યોએ પણ રૂપિયાનું અનુદાન વિજેતા માટે ગિફ્ટ અને ઇવેન્ટના પ્રિન્ટીંગ કામ માટે સહયોગ તરીકે આપેલ હતો. આ કાર્યક્રમ દરમિયાન રોટરી ક્લબ ઓફ પોરબંદર, ઇન્ટેક અને રોટરેક્ટ ક્લબ ના સભ્યો સિવાય ઘણા પ્રતિષ્ઠિત મહેમાનો પણ હાજર રહ્યા હતા.  કાર્યક્ર્મ ના અંતે રોટરીના પ્રમુખ  પૂર્ણેશ જૈને સૌનો આભાર માન્યો હતો અને પ્રોજેક્ટને ભવ્ય રીતે સફળ બનાવવા માટે સૌની અદભૂત ભાગીદારી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

संबंधित पोस्ट

મોરબી જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર મેળવતી તક્ષશિલા સંકુલની લોકનૃત્યની ટીમ

Karnavati 24 News

 સર્પદંશથી ઇજાગ્રસ્ત દર્દી SSG હોસ્પિટલમાં સ્ટ્રેચર પર હતો અને ડોક્ટર સામે પરિવારે કોથળીમાંથી સાપ કાઢતા જ..

Karnavati 24 News

 અમરેલી જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન અમરેલી જિલ્લા જેલની મુલાકાત લેતાં ભાવનગર રેન્જ વડા આઇ.જી.પી. અશોક કુમાર (IPS)

Karnavati 24 News

અંકલેશ્વર નગર પાલિકા ખાતે ત્રિમાસિક સામાન્ય સભામાં સર્વાનુમતે ૩૪ કામો સર્વાનુમતે મંજુર કરાયા હતા.

Admin

 રાજ્યની 8,684 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી શરૂ

Karnavati 24 News

દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે આજથી શરૂ થશે વલસાડ, વાપી, બાંદ્રા અને સુરત વિરાર શટલ

Karnavati 24 News