તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલએ આસિસ્ટન્ટ કમિશનર તેમજ વોર્ડ ઓફિસરોની એક બેઠકમાં માર્ચના અંત સુધીમાં 95% વેરાની વસુલાત કરવાની સૂચના આપી હતી તે આધારે કોમર્શિયલ મિલકતોને સીલ મારવાની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં વોર્ડ નંબર 1 થી 12 મા ગઈકાલે 184 મિલકતને સીલ મારવામાં આવ્યું હતું વેરા વસૂલાતની ઝુંબેશ શરૂ થઈ ત્યારથી તા.6થી આજ દિન સુધીછેલ્લા એક અઠવાડિયા દરમિયાન માં કોર્પોરેશને 1200 મિલકતને સીલ માર્યા હતા. અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ. 25000થી વધુ રકમ ના મિલકતવેરા બાકી હોય તેવા 15000 બાકીદારોને નોટિસ આપી નાણાં ભરપાઇ કરવા જણાવ્યું છે. આ 15000 બાકીદારો પાસેથી અંદાજે રૂ.150 કરોડ ની વસુલાત કરવાની બાકી છે.
next post