યુક્રેન અને રશિયામાં છે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ભારત અને ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે યુક્રેનમાં છે ત્યારે યુકેન માં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા એક કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે જે કંટ્રોલ રૂમ પર જે બાળકો અભ્યાસ માટે યુક્રેન ગયા છે તેઓના વાલીઓ તેમજ તેઓ પણ આ કંટ્રોલ નો સંપર્ક કરીને પરિસ્થિતિ વાકેફ અને મદદ માંગી શકશે. તેમજ વાત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે આવેલ state emergency કંટ્રોલ રૂમ ખાતે અત્યાર સુધીમાં 79 કરતા પણ વધુ વાલીઓના ફોન આવી ચૂક્યા છે. તમામ ની માહિતી કેન્દ્ર સરકારને પણ આપવામાં આવી રહી છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા હાલ પ્રયત્નો ચાલી રહ્યા છે. આગામી સમયમાં પણ ખાસ ફ્લાઈટ ની વ્યવસ્થા કરીને પણ ભારત લાવવાની કામગીરી હાથ ધરાશે. તેમજ હાલ યુક્રેન માં જે વિદ્યાર્થીઓ છે તે જગ્યા પર કેવા પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને પણ ભારત સરકાર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે
