(જી.એન.એસ) તા. 5
અમરેલી,
ફરી એકવાર ગુજરાત પોલીસની સરાહનીય કામગીરી નો કિસ્સો જોવા મળ્યો હતો જેમાં, અમરેલી જિલ્લામાં ધારીના જર ગામમા સામાન્ય ખેડૂત પાસેથી 18 વીઘા જમીન 2020માં વ્યાજના પૈસા નહી આપતા એક ડૉક્ટરએ પચાવી પાડી હતી. અમરેલી SP સુધી મામલો પોહચતા ગુન્હો નોંધી જમીન પરત અપાવી હતી. ખેડૂત ગુજરાત પોલીસનો આભાર માન્યો અને પોલીસ વડાને પેંડા ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. કારણ કે આ ફળદ્રુપ જમીન કરોડો રૂપિયાની છે. ગુજરાત પોલીસે પ્રથમ વખત જમીન મૂળ માલિકને સોંપાવનો દાખલો બેસાડ્યો છે.
અમરેલી જિલ્લામાં ધારી તાલુકાના ઝર ગામના સામાન્ય ખેડૂત જયસુખભાઈ સોલંકી પાસે 18 વીઘા જમીન હતી. કેરીના આંબાનું ઉત્પાદન થાય છે. 2020માં તેમની જમીનમાં ખેતીના કામ માટે એક ડૉક્ટર પાસેથી અલગ અલગ સમયે 3 ટકા વ્યાજે 50 લાખ લીધા હતા. જેમાં આરોપી ડૉક્ટર મેથીલ ફળદુ દ્વારા પૈસાની ઉઘરાણી કરતા હતા. આરોપી ડૉક્ટરોએ કહ્યું કે પૈસા આપતા નથી તો જમીન અમારા નામે કરી દો, એમ કહીને ડૉક્ટરે બળજબરીપૂર્વક ખેડૂત પાસેથી કુલ 9 વીઘા જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો તે પછી ડૉક્ટરના ભાઇની અન્ય 9 વીઘા જમીન પર કબજો કરી લીધો અને કહ્યું કે તમે અહીં આવતા નહી. સામાન્ય પરિવારના લોકો ગામ છોડી નીકળી ગયા હતા. ફરિયાદી ખેડૂતે એસપી સંજય ખરાતને રજુઆત કરી. એસપીએ તાત્કાલિક અમરેલી સીટી પોલિસ સ્ટેશનમાં આરોપી ડો.મેથીલભાઈ રમેશભાઈ ફળદુ સામે ગુજરાત નાણાધીર હેઠળમાં વ્યાજખોર અને બળજબરી પૂર્વક પચાવી પાડવાનો ગુન્હો નોંધ્યો હતો.
આ મામલે અમરેલીના એસપી સંજય ખરાતે કહ્યું હતું કે, ‘ફરીયાદીએ પોલીસ પાસે માંગણી કરી અમારી જમીન પરત અપાવો, જમીન તાત્કાલિક મળે તે માટે મદદ માંગી હતી.’ જમીન પચાવી લીધા બાદ ખેડૂત જયસુખભાઈ અને તેમનો પરિવાર અમદાવાદ શહેરમાં નરોડા વિસ્તારમાં ફ્રૂટનો સ્ટોલ લારીઓ કરી સમય પસાર કરતા હતા. વ્યાજખોરોએ ખેડૂત પાસે જમીન પચાવી પાડીને ગામ છોડવાની ફરજ પાડી હતી.
પોલીસે આરોપીને જાણ કરી હતી કે આ કાયદા વિરૂદ્ધનું કૃત્ય છે, તો આરોપીએ જમીન પોતાના પિતાના નામે કરી દીધી હતી. જોકે પોલીસે વ્યાજખોર પાસેથી જમીન પરત લઇને ખેડૂતના નામે દસ્તાવેજ કર્યો હતો.
ખેડૂત જયસુખભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જમીનમાં બાગાયતી ખેતી એટલે કે કેરીના આંબા વાળી જમીન હોય તે અતિ મહત્ત્વની અને કિંમતી માનવામાં આવે છે. અમારી આ જમીન પર 400થી વધુ આંબાના ઝાડ છે અને વાવેતર ચાલુ છે. કરોડો રૂપિયાની કિંમતી જમીન અમરેલી એસ.પી.એ પરત આપાવી દાખલો બેસાડ્યો છે.