Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ જોઇને જિલ્લા શિક્ષણાધિકારી શાળાના સમયમાં ફેરફાર કરી શકશે:- શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા



(જી.એન.એસ) તા. 5

ગાંધીનગર,

હીટવેવથી ડરવાની નહિ પણ, નાગરીકોમાં જાગૃતિ જરૂરી :- શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયા

રાજ્યમાં હીટવેવ સંદર્ભે માહિતી આપતા શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું કે, રાજ્યના બાળકોનો હિત રાજ્ય સરકાર માટે સર્વોપરી છે, પ્રાથમિક શાળાના બાળકો સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ”નો શિકાર ન થાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં “હીટવેવ” સંદર્ભે પ્રાથમિક વિભાગની શાળાઓ માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

        વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી ગરમીનું પ્રમાણ જોઇને શાળાના સમયમાં ફેરફાર કરી શકશે, તેમને રાજ્ય સરકાર પાસે  કોઈ પણ પ્રકાર મંજૂરી મેળવવાની રહેશે નહિ. શાળામાં વિધાર્થીઓ પ્રાર્થના બાદ ઉનાળાના સમયગાળા દરમિયાન મેદાનમાં ખેલકૂદની પ્રવૃતિઓ કરી શકશે નહિ. ઉનાળાની ગરમીમાં શિક્ષકોએ વિધાર્થીઓ સમયસર પાણી પીવે તે તેમને યાદ કરાવવાનું  રહેશે. રાજ્યના નાગરીકોએ હીટવેવથી ડરવાની નહિ પણ, જાગૃતિ સાથે પોતાના બાળકની કાળજી રાખવાની જરૂર છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. 

संबंधित पोस्ट

જામનગરમાં કોંગો ફીવરના કારણે એક વ્યક્તિ નું મોત

Gujarat Desk

થર્ટી ફર્સ્ટ ઉજવી કારમાં જતાં યુગલનું પોલીસની ઓળખ આપી અપહરણ કરી, યુવતિની છેડતી કરાયાની ચોંકાવનારી ઘટના સામે આવી

Gujarat Desk

સૂરતીઓને પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની ખરીદી કરવાનો અનુરોધ કરતા રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

Gujarat Desk

નર્મદા ડેમ સિવાય ગુજરાતના આ ડેમો પણ ભયજન સપાટી પર, નીચાણવાળા વિસ્તારો એલર્ટ મોડ પર

Karnavati 24 News

વડોદરામાં સૈન્ય શસ્ત્રોનું પ્રદર્શ, નજીકથી લોકોએ જાણી આર્મીની તાકાત, મુકાયા આ શસ્ત્રો

Admin

રાજ્યની જનતાનો ગુજરાત બજેટ 2025-26ને ઉમળકાભેર આવકાર, દરેક ક્ષેત્ર અને વર્ગના લોકો માટે સંતોષકારક ગણાવ્યું

Gujarat Desk
Translate »