Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

યુથ પાર્લામેન્ટ” ૨૦૨૪-૨૫ ગાંધીનગર જિલ્લાની વકતૃત્વ સ્પર્ધા તા.૨૬/૦૩/૨૦૨૫



(જી.એન.એસ) તા. 24

ગાંધીનગર,

રાજય સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત તા.૨૬/૦૩/૨૦૨૫ના રોજ ‘યુથ પાર્લીમેન્ટ”નું આયોજન કરવામાં આવનાર છે. “યુથ પામેિન્ટ-અંતર્ગત ૧૫ થી ૨૯ વર્ષની વયજુથ ધરાવતા ગાંધીનગર જિલ્લાના રસ ધરાવતા યુવક-યુવતીઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. જેમાં (૧) ભારતીય બંધારણના ગૌરવશાળી વર્ષ (ર) વિકસિત ભારત @૨૦૪૭ (3) વન નેશન વન ઈલેક્શન: વિકસિત ભારત માટે મોકળો માર્ગ આ વિષય પર ગુજરાતી. હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં પાંચ મિનિટની સમયમર્યાદામાં પોતાનું વકતવ્ય આપવાનું રહેશે. તથા આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ દસ સ્પર્ધકોને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવશે. આ સ્પર્ધા તા.૨૬/૦૩/૨૦૨૫ના રોજ ગર્વમેન્ટ કોમર્સ કોલેજ, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે યોજાનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક યુવક-યુવતીઓએ તા.૨૫/૦૩/૨૦૨૫ સુધીમાં સાંજે ૦૬:૧૦ સુધી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સી-વીંગ, છઠ્ઠો માળ, સહયોગ સંકુલ, સેકટર-૧૧, ગાંધીનગર ખાતે સાદા કાગળમાં અરજી મોકલી આપવાની રહેશે.

संबंधित पोस्ट

ગુજરાતમાં વહીવટી તંત્રમાં ફેરબદલ ના ઓર્ડર: GAS માંથી પ્રમોટ થયેલા 20 IAS અધિકારીઓના વિભાગોની ફાળવણી

Gujarat Desk

રાજ્ય સરકારની વન્યજીવ સંવર્ધન – સંરક્ષણ નીતિના પરિણામે ગુજરાતમાં વિવિધ પ્રજાતિઓની અંદાજે ૫.૬૫ લાખથી વધુ વસ્તી નોંધાઈ

Gujarat Desk

રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત અને એક ઇજાગ્રસ્ત

Gujarat Desk

10 ફેબ્રુઆરી, વિશ્વ કઠોળ દિવસ; ગુજરાતમાં કઠોળની નિકાસ વધીને 2,47,789 ટન (એપ્રિલ-જાન્યુઆરી) થઈ, જે ગત વર્ષની સરખામણીએ બમણી છે

Gujarat Desk

દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે આજથી શરૂ થશે વલસાડ, વાપી, બાંદ્રા અને સુરત વિરાર શટલ

Karnavati 24 News

ઉના તાલુકાના કંસારી ગામના નાગરિકો વીજળી ગુલ ના પ્રશ્નનો ધોકડવા ગામ ના પી.જી.વી.સી.એલ કચેરીમાં ખાતે

Karnavati 24 News
Translate »