Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાતમાં વહીવટી તંત્રમાં ફેરબદલ ના ઓર્ડર: GAS માંથી પ્રમોટ થયેલા 20 IAS અધિકારીઓના વિભાગોની ફાળવણી



(જી.એન.એસ) તા. 21

ગાંધીનગર,

ગુજરાત રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં તાજેતરમાં મોટો ફેરબદલ કર્યો છે, જેમાં 20 IAS અધિકારીઓને ખાતા ફાળવણી કરવામાં આવી છે. આ ખાતા ફાળવણીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને અસરકારક બને જેથી રાજ્યના વિકાસ કાર્યોને વધુ વેગ મળી શકે. આ પગલું રાજ્યના વહીવટી માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં લેવામાં આવ્યું છે.

વર્ષ 2023 માટે, એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવતા પાંચ અધિકારીઓને તેમની કાર્યક્ષમતા અને ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને જિલ્લા વિકાસ અધિકારી (DDO) તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી પામેલા અધિકારીઓ નીચે મુજબ છે:

  • એચ. જે. પ્રજાપતિ
  • સી. સી. કોટક
  • કે. જે. રાઠોડ
  • એસ. જે. જોષી
  • વી. એ. પટેલ

આ અધિકારીઓ હવે જિલ્લા કક્ષાએ વિકાસલક્ષી કાર્યોની દેખરેખ અને સંચાલન કરશે અને જિલ્લાઓના વિકાસને નવી દિશા આપશે. વર્ષ 2024ની પસંદગી યાદીમાં, વધુ 15 અધિકારીઓને IAS અધિકારી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ યાદીમાં નીચેના અધિકારીઓનો સમાવેશ થાય છે:

  • પી. એ. નિનામા
  • કે. પી. જોષી
  • બી. એમ. પટેલ
  • કવિતા રાકેશ શાહ,
  • બી.ડી. દવેરા
  • એ.જે. ગામિત
  • એસ. કે. પટેલ
  • એન. એફ. ચૌધરી
  • એચ. પી. પટેલ
  • જે. કે. જાદવ
  • ડી. કે. બ્રાહ્મભટ્ટ
  • એમ. પી. પંડ્યા
  • આર. વી. વાલા
  • આર. વી. વ્યાસ
  • એન. ડી. પરમાર

ગુજરાત વહીવટી સેવા (GAS) ના આ 20 અધિકારીઓની ભારતીય વહીવટી સેવા (IAS) માં પસંદગી એ રાજ્યના વહીવટી તંત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ અધિકારીઓ તેમની નવી ભૂમિકામાં રાજ્ય અને દેશના વિકાસમાં વધુ યોગદાન આપશે તેવી અપેક્ષા છે.

આ નોમિનેશન ગુજરાતના વહીવટી તંત્રમાં એક સકારાત્મક પરિવર્તન લાવશે અને વહીવટી કાર્યક્ષમતામાં વધારો કરશે. GAS કેડરના અનુભવી અધિકારીઓને IAS તરીકે સ્થાન મળવાથી, રાજ્યના વહીવટી તંત્રને એક નવો દ્રષ્ટિકોણ અને અનુભવ મળશે, જે જાહેર સેવા અને વિકાસ કાર્યોને વધુ અસરકારક બનાવવામાં મદદરૂપ થશે. 

संबंधित पोस्ट

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને બનાસ મેડિકલ કોલેજ, મોરીયા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

Gujarat Desk

કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ કે.દવે ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખનિજના બિનઅધિકૃત વહનને અટકાવવાની કામગીરી અવિરત થઈ રહી છે

Gujarat Desk

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧૪ માર્ચથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે

Gujarat Desk

નડિયાદના લઠ્ઠાકાંડ કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો; સોડાની બોટલ પીધા બાદ ત્રણેયને ઝેરી અસર થઇ

Gujarat Desk

સાબરકાંઠામાં વહેલી સવારે ભયંકર માર્ગ અકસ્માત; 4 યુવાનોના મોત 

Gujarat Desk

ગુજરાત એટીએસે ફરીદાબાદ એસટીએફની મદદથી એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી

Gujarat Desk
Translate »