Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં બે દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠી અને પ્રાધ્યાપક સંમેલનમાં દેશભરના પ્રાધ્યાપકો અને સાહિત્યકારો ઉપસ્થિત થયાં.


(જી.એન.એસ) તા. 8

વડોદરા,

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય અને ભારતીય હિન્દી પ્રાધ્યાપક પરિષદના સંયુક્ત તત્વાવધાનમાં “ભારતીય સાહિત્ય: ભાવ એક, ભાષાઓ અનેક” વિષયક બે દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠી અને દ્વિતીય પ્રાધ્યાપક સંમેલનનું ઉદ્ઘાટન વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. રમાશંકર દૂબે, પદ્મશ્રી પ્રો. રઘુવીર ચૌધરી, પ્રો. વિનોદ કુમાર મિશ્ર, પ્રો. રામ પ્રકાશ, પ્રો. ટી. જે. રેખા રાની અને પ્રો. સંજીવ કુમાર દુબે દ્વારા દીપ પ્રજ્વલનથી કરવામાં આવ્યું. ભારતીય હિન્દી પ્રાધ્યાપક પરિષદની તરફથી ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. રમાશંકર દૂબેનું ‘સારસ્વત સન્માન’ કરવામાં આવ્યું. પ્રો. સંજીવ કુમાર દુબેએ સ્વાગત વક્તવ્યમાં ‘ભારતીય હિન્દી પ્રાધ્યાપક પરિષદ’ના કાર્યો અને મહત્વો પર પ્રકાશ પાડ્યો. પ્રો. ટી. જે. રેખા રાનીએ અનુવાદના મહત્વ પર વાત કરતાં તેને નવી ઊંચાઈઓ સુધી લઈ જવાની વાત કરી. પ્રો. રામપ્રકાશે ભારત, ભારતીયતા અને રાષ્ટ્રીયતાના સૂત્રોના ભાષાકીય સંબંધો પર પ્રકાશ પાડ્યો. પ્રો. વિનોદ કુમાર મિશ્રે સંસ્કૃતિ અને ભાષાના પરસ્પર સંબંધો પર વાત કરતાં,  ભાવની એકતાને રેખાંકિત કરી હતી. મુખ્ય અતિથિ તરીકે બોલતાં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત પદ્મશ્રી પ્રો. રઘુવીર ચૌધરીએ કહ્યું કે રવીન્દ્ર અને ગાંધીના સપનાઓને ભારતના સાહિત્યકારોએ પોતાના સાહિત્યમાં પ્રસ્તુત કર્યા છે.

ભક્તિ કાળના સંતોએ ભારતની રાષ્ટ્રીયતા મજબૂત કરી : પ્રો. રમાશંકર દૂબે

અધ્યક્ષીય ઉદ્બોધનમાં કુલપતિ પ્રો. રમાશંકર દૂબેએ કહ્યું કે ભક્તિ કાળના સંતોએ ભારતની રાષ્ટ્રીયતાનો મજબૂત પાયો નાખ્યો. સત્રનું સંચાલન પ્રો. ગૌરી ત્રિપાઠીએ કર્યું. ઉદ્ઘાટન સત્રમાં ડો. કૃષ્ણ શ્રીવાસ્તવ, ડો. પ્રવીણ કુમાર, ડો. દીપક ત્રિપાઠી, ડો. સત્ય પ્રકાશ તિવારી, ડો. દસ્તગીર દેશમુખ, ડો. સૂરજ કુમાર, ડો. પ્રિયદર્શિની, ડો. મમતા વેર્લેકર, ડો. મુકેશ મિરોઠા, ડો. પ્રેમલતા દેવી અને ડો. વિભા કુમારીને પરિષદ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. ડો. લવિંદ્રસિંહ લબાણા, ડો. ગજેન્દ્ર મીણા, ડો. પ્રેમલતા દેવી, ડો. સંધ્યા રાય, સીમા, રોહન અને અમનના સંચાલનમાં કુલ સાત સત્રોમાં દેશભરથી આવેલા હિન્દી પ્રાધ્યાપકો અને સંશોધકોએ ભક્તિકાળ અને નવજાગરણકાલીન ભારતીય સાહિત્યની ભાવાત્મક એકતા પર પ્રકાશ પાડ્યો.

संबंधित पोस्ट

મહેસાણાનાં ધોળાસણ ગામમાં ક્રેન દ્વારા વૃદ્ધ ને ટક્કર મારી, નીચે કચડાતાં વૃદ્ધનું ધટના સ્થળે જ મોત નિપજ્યું

Karnavati 24 News

અરવલ્લી જિલ્લાના 5 વિદ્યાર્થીઓ યુક્રેનમાં, પ્રાંત અધિકારીઓએ પરિવાર સાથે કરી વાતચીત

Karnavati 24 News

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં 27% OBC અનામત સમાંતર લાભનો મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો 

Gujarat Desk

 સુરતના ગોદાવાડી ગામે પ્રગતિશીલ યુવા ખેડૂતોએ અપનાવી મલ્ટીલેયર ફાર્મિંગ પદ્ધતિ, બે એકર જમીનમાં 10 પાક ઉગાડી 10 લાખની આવક ઊભી કરી

Karnavati 24 News

હિટવેવથી બચવા, સાવચેતી રાખવા જી. એન. એસ નેશનલ ન્યૂઝ એજન્સી તરફથી જાહેર અપીલ

Gujarat Desk

આદિજાતી વિસ્તારના મધમાખી પાલકોને વિનામૂલ્યે મધમાખીની બે હાઇવ્સ તથા કોલોની અપાશે

Gujarat Desk
Translate »