(જી.એન.એસ) તા. 8
ગાંધીનગર,
ગુજરાતમાં પોલીસ વિભાગ દ્વારા PSIની કસોટી માટે શારિરીક કસોટી જાન્યુઆરી મહિનામાં લેવાઈ ગઈ હતી. જેના બાદ હવે ઉમેદવારો લેખિત પરીક્ષા કયારે થશે તેની રાહ જોઈ રહ્યા છે. પોલીસમાં જવા માગતા ઉમેદવારના ઇંતજારનો અંત આવ્યો છે. આગામી એપ્રિલ મહિનામાં પોલીસ ભરતીને લેખિત પરીક્ષા લેવામાં આવી શકે.
GPSCએ 13 એપ્રિલે લેવાનારી પરીક્ષાની તારીખ બદલી કરી છે. પોલીસ ભરતી બોર્ડ માટે GPSC પરીક્ષાના સમયપત્રકમાં 13 એપ્રિલ ખાલી કરવામાં આવી છે. 13 એપ્રિલે PSIની લેખિત પરીક્ષાનું થઈ આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ સેવામાં જોડાવા માંગતા ઉમેદવારોએ લેખિત પરીક્ષા ઉપરાંત ફરજીયાત શારીરિક કસોટી આપવાની હોય છે. જાન્યુઆરીમાં ઉમેદવારોની શારીરિક પરીક્ષા લેવામાં આવી જ્યારે લેખિત પરીક્ષાની તારીખોમાં બદલાવ થતા હવે એપ્રિલ મહિનામાં અંદાજે 13 તારીખના રોજ પરીક્ષા યોજાશે.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.૧૩/૦૪/૨૦૨૫ (રવિવાર)ના રોજ યોજાનાર છે. પેપર-૧ (૩ કલાક) અને પેપર-૨ (૩ કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે. વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોઇ શકાશે.
નોંધનીય છે કે ગુજરાત પોલીસ વિભાગમાં ભરતીને લઈને રાજ્ય સરકારે 2 મહિના પહેલા જ હાઈકોર્ટ સમક્ષ મોટી જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં ભરતી કેલેન્ડર રજૂ કરતાં ખાતરી આપી હતી કે વર્ષ 2026 સુધીમાં ગુજરાત પોલીસના તમામ પદો પર ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાઈકોર્ટને આપેલ ખાતરીના ભાગરૂપે જાન્યુઆરીમાં શારીરિક કસોટી લેવામાં આવી અને તેના બાદ હવે એપ્રિલ મહિનામાં લેખિત પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે.
શારીરિક પરીક્ષામાં દરમિયાન કેટલાક ઉમેદવારોએ પૈસા આપી ભરતી થવાનો પ્રયાસ કર્યા હોવાનું સામે આવ્યું હતું. જેના બાદ વિભાગ દ્વારા લેખિત પરીક્ષાને લઈને સઘન વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. પરીક્ષા આપનાર ઉમેદવારો કોઈના ષડયંત્રમાં ના ફસાય તેવી અપીલ કરવામાં આવી છે. જો કોઈ ઉમેદવાર ગેરરીતી કરતાં પકડાશે તો કાયદાકીય પગલાં લેવાશે તેવી માહિતી પણ આપી.