Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

આદિજાતી વિસ્તારના મધમાખી પાલકોને વિનામૂલ્યે મધમાખીની બે હાઇવ્સ તથા કોલોની અપાશે



(જી.એન.એસ) તા. 1

ગાંધીનગર,

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આદિજાતી વિસ્તારોમાં મધમાખી પાલનનો વ્યાપ વધારવા માટે સહાયલક્ષી યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાના ૫૩ આદિજાતિ તાલુકાના મધમાખી પાલકો, સેલ્ફ હેલ્પ ગ્રુપ, સખી મંડળ, FPO અને FPCના આદિજાતિ સભાસદને વિનામૂલ્યે બે મધમાખીની હાઇવ્સ તથા કોલોની (મધમાખીની પેટી) પૂરી પાડવામાં આવે છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે મધમાખી પાલકોએ આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. મહત્તમ લોકો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ આગામી તા. ૭ ફેબ્રુઆરી સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આદિજાતી વિસ્તારના મધમાખી પાલકોએ આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરીને અરજીની પ્રીંટ જરૂરી સાધનિક કાગળો સાથે જે તે જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવાની રહેશે.

संबंधित पोस्ट

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી અને સંખેડા તાલુકાના ૧૧૪ રસ્તાઓનાં કામો માટે રાજ્ય સરકાર દ્વારા ૧૫૨ કરોડ રૂપિયા ફાળવાયા : મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા

Gujarat Desk

ધુળેટીના સવારે હોળી પ્રગટાવતું એક માત્ર ગામ બાંઠીવાડા : અનોખી હોળીમાં મહિલાઓ ઢોલ વગાડતા જોવો અનેરો લ્હાવો,લઠ્ઠમાર હોળીમાં ઘોડાપુર

Karnavati 24 News

ઉકાઇ ખાતે ઊભા કરાયેલા રૂ. ૧૦.૪૭ કરોડના અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આજે ઇ-લોકાર્પણ કરશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Gujarat Desk

ભરૂચ:નર્મદા ચોકડી ખાતેથી વેપારીને બંધ ક બનાવી જાનથી મારી નાંખવાની ધમકી સાથે હવામાં ફાયરિંગ કરી ૧૫ લાખની લૂંટ ને અંજામ આપી ગેંગ ફરાર થતા ચકચાર

Karnavati 24 News

PMEGP હેઠળ રૂ. 350 કરોડની સબસિડીનું વિતરણ, ગુજરાતમાં 352 નવા એકમો દ્વારા 3872 લોકોને રોજગાર

Gujarat Desk

છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યની રિન્યૂએબલ ઊર્જા ઉત્પાદન ક્ષમતા ૧૫,૪૦૦ મેગાવોટથી વધારી ૩૨,૯૨૪ મેગાવોટ કરવામાં આવી: ઊર્જા મંત્રીશ્રી

Gujarat Desk
Translate »