Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગુજરાતથી પ્રયાગરાજના મહાકુંભ થઈને હરિદ્વાર જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો; 2ના મોત, 3ને ગંભીર ઈજા



(જી.એન.એસ) તા. 1

ગુજરાતના ભાવનગર જિલ્લાના શ્રદ્ધાળુઓને લઈ જતી એક પ્રાઇવેટ બસનો શનિવારે સવારે ઉત્તર પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભાવનગરથી રાજધાની નામની ટ્રાવેલ્સ બસમાં શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ગયા હતા. જેમાં લખનઉ-દિલ્હી હાઇવે પર બરેલી નજીક અકસ્માત થયો હતો. આ ઘટનામાં 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકોને તાત્કાલિક ગુજરાત લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સમગ્ર બનાવને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરવામાં આવી હતી.              

આ ઘટનામાં ભાવનગરના આશીષ ગોહિલ, યજ્ઞેશ બારૈયા નામના વ્યક્તિના મોત નીપજ્યા હતા. જ્યારે હિતેશ આહિર નામના યુવાનની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને અન્ય એક યુવકની સ્થિતિ ખૂબજ નાજુક હોવાથી વેન્ટીલેટર ઉપર છે. અકસ્માતની જાણ થતાની સાથે એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. 

આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર, બસ ભાઉજીપુરાના બિલ્બા પુલ પર પહોંચી હતી, ત્યારે બસના ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવ્યો અને બસ ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાઈ હતી. જેના કારણે મુસાફરો ગભરાટમાં આવી ગયા હતા. જ્યારે અકસ્માતની ઘટના મામલે સી.એમ.ઓ. ઓફિસમાં વાતચીત કરીને ભાવનગરના મૃતક યુવાનોને તાત્કાલિક ગુજરાત લાવવા માટેની કવાયત હાથ ધરી છે અને ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તે માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ વાતચીત કરવામાં આવી છે.

संबंधित पोस्ट

વડોદરા પોલીસે જર્મનીથી ઓપરેટ થતી ‘જીવન ફૌજી’ ગેંગના સભ્યને ઝડપી પડાયો

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ

Gujarat Desk

મોરબીમાં મચ્છુ ડેમ 2ના દરવાજા રીપેરીંગ માટે આજે ખોલવામાં આવશે

Gujarat Desk

અમરેલીમાં હોળી – ધુળેટી ના પર્વ ને ગણતરી ના દિવસો બાકી હોય જ્યારે બજારો ધમધમી ઊઠી

Karnavati 24 News

કૌટુંબિક ભાઈએ પોતાની બહેન પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો

Gujarat Desk

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને ગાંધીનગર પોલીસ દ્વારા દહેગામ ખાતે માર્ગ સલામતી જાગૃતિ રેલીનું આયોજન કરાયું

Gujarat Desk
Translate »