મોરબી તાલુકાના 20 અને માળિયાના 9 ગામોને એલર્ટ કરાયા
(જી.એન.એસ) તા.1
મોરબી,
મોરબીમાં મચ્છુ 2 ડેમનાં 2 દરવાજા આજે 2 ફુટ ખોલવામાં આવશે. 1300 ક્યુસેકથી તબક્કા વાર 3500 ક્યુસેક સુધી પાણી છોડવામાં આવશે. મોરબી તાલુકાના 20 અને માળિયાના 9 ગામોને એલર્ટ કરાયા છે.
મોરબીનો જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ રીપેરીંગકામ માટે ખાલી કરવામાં આવશે. આવતીકાલથી તબક્કાવાર ડેમ ખાલી કરવાની શરૂઆત કરાશે. આવતીકાલે બપોરે 4 વાગ્યે બે દરવાજા બે ફૂટ ખોલી 1300 ક્યુસેક પાણી છોડવામાં આવશે. બાદમાં તબકકાવાર વધારીને 3500 ક્યુસેક પ્રવાહ પાણી છોડવામાં આવશે. મોરબી તાલુકાના 20 અને માળીયા તાલુકાના 9 ગામોને એલર્ટ અપાયું છે.
મોરબી તાલુકાના, જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુલકા, જુના સાદુલકા,રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, સોખડા, અમરનગરનો સમાવેશ થાય છે. માળીયા તાલુકાના વીરપરડા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપુર, સોનગઢ, માળીયા (મી) ગામોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવર જવર ના કરવા સૂચના અપાઈ છે.
મોરબીના જોધપર, લીલાપુર, ભડીયાદ, ટીંબડી,ધરમપુર, નવાં સાદુળકા ગામ સહિત 20 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. માળિયાના વીરવદરકા,દેરાળા, નવાં ગામ,મેઘપર હરીપર સહિત 9 ગામો એલર્ટ કરાયા છે. મચ્છુ ડેમ 2ના ગેટના દરવાજા રીપેરીંગ માટે ડેમ ખાલી કરાશે. તમામ ગામોનાં સરપંચોને જાણકારી આપીને એલર્ટ કરાયા છે. ડેમ હેઠવાસના ગામોનાં લોકોને નદીનાં પટમાં અવરજવર નહીં કરવા અપીલ કરવામાં આવી છે.